બુલેટ ટ્રેન માટે જમીન આપવા ખેડૂતોની ચોખ્ખી ના, અધિકારીઓને ફરી તગેડી મુક્યા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જમીન સંપાદનના ભાગરૂપે જંગલ વિભાગના અધિકારીઓ સંપાદન હેઠળની જમીનમાં સાગ અને ખેર જેવા ઇમારતી લાકડાના વૃક્ષોની ગણતરી કરવા માટે ગુરુવારે બપોરે ગણદેવી તાલુકાના પાંચ ગામોમાં આવ્યા હતા. પણ જમીન સંપાદનની કામગીરીનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ અધિકારીઓની આ કામગીરીનો સખત વિરોધ કરી કામગીરી કરવાની ના પાડી અટકાવ્યા હતા. અધિકારીઓ છેલ્લે પાટી ગામેથી કોઈપણ કામગીરી કર્યા વિના પરત ફર્યા હતા.

જમીન વળતરના મુદ્દે આંદોલન કરી રહેલા નવસારી જિલ્લાના ખેડૂતોએ જમીન સંપાદનની કોઈપણ કામગીરીનો વિરોધ કરવાનું નક્કી કર્યા પછી અનેકવાર જુદી જુદી કામગીરી માટે વિવિધ ગામોમાં આવતા અધિકારીઓને આંદોલનકારી ખેડૂતોએ અટકાવી કામગીરી કર્યા વિના પરત જવાની વારંવાર ફરજ પાડી હતી. તેમ છતાં પણ નવસારીના પ્રાંત અધિકારીએ વધુ એક વાર ઇમારતી વૃક્ષોની ગણતરી કરવા માટે ગણદેવી તાલુકાના પાથરી. ચાંગા. ધનોરી, ખેરગામ, દેસાડ, પાટીમાં જંગલ વિભાગના અધિકારીઓને મોકલ્યા હતા. પણ બુલેટ ટ્રેન અસરગ્રસ્ત આંદોલનકારી ખેડૂતોએ વધુ એકવાર આવેલા અધિકારીઓને કામગીરી કરતા અટકાવીને ખરીખોટી સંભળાવી કામગીરી કર્યા વિના પરત મોકલ્યા હતા. અધિકારીઓ પણ લાચાર મુદ્રામાં હતા અને પ્રાંત અધિકારી મોકલે એટલે આવવું પડે છે. તેમ જણાવી ખેડૂતો સાથે વાદ-વિવાદમાં પડતા નથી અને પરત જતા રહે છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •