દહેજમાં GIDCમાં ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ 100 MLD ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટનું શનિવારે ભૂમિપૂજન થશે

SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

ડિસેલીનેશન પ્લાન્ટ 25 હેકટર વિસ્તારમાં રૂપિયા 881 કરોડના ખર્ચે આકાર પામશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે ભરૂચના દહેજમાં GIDC દ્વારા નિર્માણ થનારા ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ 100 MLD ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે. આ ડિસેલીનેશન પ્લાન્ટ 25 હેકટર વિસ્તારમાં રૂપિયા 881 કરોડના ખર્ચે આકાર પામશે. તેમજ ડિસેલીનેશનનો પ્રોજેકટ પૂર્ણ થવાથી કુલ 555 MLD જથ્થો ઉપલબ્ધ થવાનો છે. તદ્દઉપરાંત, દરિયાનું પાણી શુધ્ધિકરણની પ્રક્રિયા માટે ડિસેલીનેશન પ્લાન્ટમાં આવતા પહેલા 20 એકરમાં સેટલિંગ પોંડ (તળાવ) બનાવવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. આ ડિસેલીનેશન પ્લાન્ટ મારફત ઉપલબ્ધ થનાર પાણીની ગુણવત્તા નર્મદા નદીના પાણીની ગુણવત્તાને અનુરૂપ રહેશે.

દહેજ ઔદ્યોગિક વસાહતના ઊદ્યોગો માટે અવિરત પાણીની જરૂરિયાત મુજબ પ્રવર્તમાન 454 MLD પાણી પૂરવઠા યોજના સ્થાપિત થયેલી છે. આ PCPIR વસાહતનો પૂર્ણત: વિકાસ થતાં 1 હજાર MLD પાણીની જરૂરિયાતોનો અંદાજ છે. આ ઉપરાંત દરિયાનું પાણી શુધ્ધિકરણની પ્રક્રિયા માટે ડિસેલીનેશન પ્લાન્ટમાં આવતા પહેલા 20 એકરમાં સેટલિંગ પોંડ(તળાવ) બનાવવાની જોગવાઇ પણ કરવામાં આવેલી છે. આ ડિસેલીનેશન પ્લાન્ટ મારફત ઉપલબ્ધ થનાર પાણીની ગુણવત્તા નર્મદા નદીના પાણીની ગુણવત્તાને અનુરૂપ રહેશે.

1600 કિ.મી. લાંબો સમુદ્રકિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાઇ પાણીનો ઊદ્યોગો તેમજ અન્ય વપરાશ માટે ઉપયોગ કરવાના હેતુસર રાજ્યમાં 8 ડિસેલીનેશન પ્લાન્ટસ સ્થાપવાનો રાજ્ય સરકારનો અભિગમં છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા તે અંતર્ગત આ દહેજ ડિસેલીનેશન પ્લાન્ટનું નિર્માણ થવાનું છે.


SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

Leave a Reply

Your email address will not be published.