માત્ર 6 પેસેન્જર સાથે સી-પ્લેનની પહેલી ઉડાન, કેવડિયાથી ખાલી પાછું આવ્યું, પેસેન્જર નહીં મળતાં બીજી ફ્લાઈટ રદ

SHARE WITH LOVE
 • 194
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  194
  Shares

 • હજુ 24 કલાક પહેલાં જ એરલાઈન્સે બુકિંગ માટે 3 હજાર રિકવેસ્ટ મળ્યાનો દાવો કર્યો હતો
 • એરલાઈન્સે બુકિંગ શરૂ કર્યું પણ સોમવારે ફ્લાઈટ ટેકઓફ થવા અંગે આશંકા

મોટી મોટી જાહેરાતો બાદ રવિવારે સી-પ્લેનની પહેલી કોમર્શિયલ ફ્લાઈટ હતી. જો કે, પહેલી ઉડાનમાં 3 ક્રૂ મેમ્બર્સ અને માત્ર 6 પેસેન્જર સાથે સી-પ્લેને કેવડિયાની ઉડાન ભરી હતી. જ્યારે પેસેન્જર નહીં મળતાં બીજી ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. હાલ સ્પાઈસ જેટે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું નથી. ફક્ત બુકિંગ કરાવવા ઈચ્છતા લોકો પાસેથી રિક્વેસ્ટ મેળવવામાં આવે છે. આ રિક્વેસ્ટને આધારે પેસેન્જરને ફોન કરી ટિકિટ બુક થાય છે. કેવડિયાથી પણ ફ્લાઈટ ખાલી આવી હતી.

શનિવારે એરલાઈન્સે એવો દાવો કર્યો હતો કે, તેને બુકિંગ માટે 3 હજારથી વધુ રિકવેસ્ટ મળી છે. પરંતુ પહેલાં દિવસે માત્ર 6 પેસેન્જર રિવરફ્રન્ટથી કેવડિયા ગયા હતા. સોમવારે પણ ફ્લાઈટ ટેકઓફ કરશે કે નહીં, કેટલા લોકોએ બુકિંગ કરાવ્યું છે તે વિશે એરલાઈન્સે કોઈ માહિતી આપી ન હતી. જો કે બુકિંગ શરૂ કરાયું હોવાનો અને પેસેન્જરો માટે ફ્લાઈટનું ઓપરેશન ચાલુ રહેવાની સ્પષ્ટતા કરાઈ છે.

લોકો જવા-આવવાનું ભાડું 1500 માને છે
રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી પ્લેનનું ભાડું 1500 રૂપિયાથી શરૂ થશે તેવી જાહેરાત બાદ અનેક લોકો બુકિંગ માટે પૂછપરછ કરી રહ્યા છે તેમ જણાવતા એરલાઈન્સના એક અધિકારીએ જણાવ્યું કે, પૂછપરછમાં તેઓ 1500 રૂપિયામાં અમદાવાદથી કેવડિયા જવાનું અને કેવડિયાથી અમદાવાદ પરત આવવાનું ભાડું માની રહ્યા છે. અનેક લોકો આ ફ્લાઈટમાં 1500ના દરે બન્ને તરફની ટિકિટ બુક કરવા વિનંતી પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ નોન શિડ્યુલ ફ્લાઈટ હોવાનું અને તેમાં એક તરફનું વનવે ભાડું 1500થી શરૂ થશે. પરત આવવા માટે બીજી ટિકિટ બુક કરાવવી પડશે. આ ભાડું ફ્લેક્સી ફેર સિસ્ટમથી વધીને રૂ.5000 સુધી જશે તેમ પણ એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું હતું.

source


SHARE WITH LOVE
 • 194
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  194
  Shares