ઉત્તરાયણ સ્પેશિયલ: આ રીતે બને છે દાસનું ફેમસ સ્પે. સુરતી ઊંધિયું, સ્ટેપ બાય સ્ટેપ વીડિયો જોઈને ઘરે જાતે જ બનાવો

SHARE WITH LOVE

આજે ઉત્તરાયણ પર્વ ઉજવાઈ રહ્યો છે. પતંગ રસિયાઓએ આકાશને રંગબેરંગી પતંગોથી શણગારી દીધું છે. દરેકના ધાબા પર ‘એ કાયપો છે…’ અને ‘લપેટ…’ની બૂમો પણ સંભળાઈ રહી છે. આજે પતંગબાજો બોર, શેરડી અને ચીકી ઉપરાંત ઊંધિયાની પણ મોજ માણશે. ત્યારે દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમ અમદાવાદના ફૅમસ દાસના સ્પેશિયલ સુરતી ઊંધિયાનું મેકિંગ બતાવી રહ્યું છે. આ વીડિયો જોઈને તમે પણ સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ ફોલો કરીને ઘરે ચટાકેદાર ઊંધિયું જાતે બનાવી શકો છો.

ઊંધિયું બનાવવની રીત.

 • સૌ પહેલાં દસ પ્રકારના શાકભાજીની એક સરખા પ્રમાણમાં લો.
 • સૂરણ, લીલું લસણ, આદું, મેથીના મુઠિયાં, બટાકાં, તુવેર દાણા, રતાળું, કેળાં, પાપડી, ફુલાવર રવૈયા શાકભાજી લેવા.
 • કાપેલાં દરેક શાકને બે-ત્રણ વખત ચોખ્ખાં પાણીમાં ધોવા.
 • કાપેલી શાકભાજીને ધીમા તાપે બાફવા મૂકવી.
 • થોડા થોડા સમયે શાકને હલાવીને ચેક કરતાં રહેવું.
 • શાક બફાયાં બાદ સંપૂર્ણ રીતે પાણી નીતારી દેવા.
 • શાકભાજી બફાયાં બાદ ઊંધિયાની ગ્રેવી બનાવવી.
 • તવામાં સિંગ તેલ કાઢો, તેમાં 10% ચોખ્ખું ઘી નાખો.
 • લીલું લસણ, આદું-મરચાંની પેસ્ટનો વઘાર કરવો.
 • મરી, મીઠું, મરચું, હળદર અને ઊંધિયાનો મસાલો નાખો.
 • ખટાશ-ગળપણ પ્રમાણે ગોળ આમલીનું પાણી નાખવું.
 • ત્યારબાદ મેથીના મુઠિયાં, ટમેટાં અને કોથમીર નાખો.
 • થોડીવાર સાંતળીને બાફેલું શાક ગ્રેવીમાં નાખવું.
 • થોડી વાર માટે આ રીતે શાકને ચઢવા દેવું.
 • હવે તૈયાર છે, દાસનું અસલ સુરતી ચટાકેદાર ઊંધિયું.
અન્ય સમાચારો પણ છે…

Source link


SHARE WITH LOVE