ચોમાસામાં પીવો આ સ્વાસ્થ્યવર્ધક જ્યૂસ, શરદી-ખાંસી, તાવ રહેશે દૂર અને ઈન્ફેક્શન નહીં થાય

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  


 • નાના મોટા સૌ માટે લાભકારી છે આ જ્યૂસ
 • ઝડપથી વધારશે ઈમ્યૂનિટી
 • દરેક સીઝનમાં પીવા જોઈએ આ જ્યૂસ

આદુ અને બીટનો જ્યૂસ

આ જ્યૂસમાં એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. આદુ અને બીટનો જ્યૂસ પીવાથી ઈમ્યૂનિટી વધે છે. શરદી-ખાંસી, કફ, તાવ જેવી સમસ્યાઓથી પણ બચાવે છે. તેના માટે 1 ગ્લાસ બીટના રસમાં 2 ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવો.

ટામેટાંનો જ્યૂસ

ટામેટાં, પાલક અને બીટમાંથી બનેલો જ્યૂસ પીવાથી લોહીની કમીની સમસ્યા દૂર થાય છે. સાથે જ તેનાથી સ્કિનમાં નિખાર આવે છે. તેના માટે 2-3 ટામેટાંના જ્યૂસમાં થોડી પાલક અને 1 બીટનો જ્યૂસ મિક્સ કરીને પીવો.

ગાજર અને સંતરાનો જ્યૂસ

આ જ્યૂસમાં વિટામિન એ, સી અને બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આને પીવાથી આંખોની રોશની વધે છે અને ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. તેના માટે 2 ગાજર અને 1 સંતરાનો જ્યૂસ મિક્સ કરીને પીવો.

પાલક અને કોથમીરનો જ્યૂસ

પાલક અને કોથમીર જેવા લીલાં શાકભાજીથી બનેલાં જ્યૂસમાંથી ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ મળી રહે છે. દિવસની શરૂઆત ગ્રીન વેજિટેબલ જ્યૂસથી કરવી. તેનાથી ઈમ્યૂનિટી પણ ઝડપથી બૂસ્ટ થાય છે. તેના માટે થોડી પાલક લઈ તેમાં થોડી કોથમીર મિક્સ કરીને તેનો જ્યૂસ કાઢીને પીવો. તમે તેમાં લીંબુ અને આદુનો રસ પણ મિક્સ કરી શકો છો.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •