ફોર્ડ ઇન્ડિયા એરબેગ ઇન્ફ્લેટરની ચિંતાને લઈને 22,690 ઇન્ડેવરને પરત મંગાવશે

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

નવી દિલ્હી : ફોર્ડ ઇન્ડિયા (Ford India)એ શુક્રવારે કહ્યું હતું કે, તે ‘એરબેગ ઇન્ફ્લેટર’ ની ચિંતા માટે સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (એસયુવી) ના છેલ્લા સંસ્કરણના 22,690 એકમોને પરત મંગાવી રહી મ,છે.

કંપનીએ એમ પણ કહ્યું કે, તે બેટરી મોનિટરિંગ સિસ્ટમ (બીએમએસ) ના વાયરિંગની તપાસ કરી રહી છે. આવી ગાડીઓની સંખ્યા આશરે 30,000 છે જેનું ઉત્પાદન સપ્ટેમ્બર 2017 અને એપ્રિલ 2019 વચ્ચે ગુજરાતની સાણંદ ફેક્ટરીમાં કરવામાં આવ્યું હતું. એક નિવેદનમાં, ફોર્ડ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે આગળની પેઢીની ઇન્ડેવરના 22690 ગાડીઓમાં આગળ લાગેલી ‘એરબેગ ઇન્ફ્લેટર’ની સ્વેચ્છાએ તપાસ કરી રહી છે.

આ વાહનોને કંપનીની ચૈન્નાઈમાં આવેલી ફેકટરીમાં ફેબ્રુઆરી 2004 થી સપ્ટેમ્બર 2014 સુધીના સમયગાળામાં બનાવવામાં આવ્યા હતા. નિવેદન અનુસાર, કંપની ગ્રાહકોને આ અંગે સૂચના આપશે અને તેની પાસેથી તેના વાહન ફોર્ડ ડીલરની પાસે પહોંચાડવાનું જણાવશે.

કંપનીએ ઉમેર્યું હતું કે, “આ સ્વૈચ્છિક નિરીક્ષણમાં કંપનીના ગ્રાહકોને સંપૂર્ણ શાંતિની ખાતરી કરવા અને તેમના વાહનોની લાંબા ગાળાના ટકાઉપણાની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે.”


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

Leave a Reply

Your email address will not be published.