કોરોના કાળમાં વધુ એક નેતા ભૂલ્યા ભાન, મંત્રી જયેશ રાદડિયા માસ્ક વગર ઘૂમ્યા ગરબે

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને દરરોજ ૧૫૦૦ થી વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે, તો ૧૫ થી વધુ લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે. જેમાં રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે બનાવવામાં આવેલી કોરોના હોસ્પિટલ પણ ફૂલ થવા આવી છે, ત્યારે બીજી બાજુ નેતાઓને જાણે કોરોના નડતો જ નથી એમ તેઓ ભાન ભૂલી રહ્યા છે.

હવે રુપાણી સરકારમાં કેબીનેટ મંત્રી એવા જયેશ રાદડિયાએ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જ્યાં તેઓ લગ્નમાં માસ્ક વગર ધુમ્યા ગરબે હતા. પ્રાપ્ત જાણકારી મુજબ, જયેશ રાદડીયા મિત્રની પુત્રીના લગ્ન સમારંભમાં ગરબે રમ્યા હતા અને જયેશ રાદડિયાનો ગરબાનો વીડિયો વાયરલ પણ થયો છે.

આ વિડીયોમાં જયેશ રાદડિયા માસ્ક વિના જ ગરબે ઘૂમી રહ્યા છે. સાસણ-ગીરના વિશાલ ગ્રીનવુડમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો હતો.

source


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •