આજે PM મોદી અને અમિત શાહ આવશે ગુજરાત

SHARE WITH LOVE
 • 46
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  46
  Shares

ખબર પ્રમાણે નરેન્દ્ર મોદી 30 મેનાં રોજ વડાપ્રધાન પદની શપથ લઇ શકે છે.

પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે પાંચ કલાકે કેબિનેટની મિટીંગ બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી આજે જ રાજીનામું આપી શકે છે. જે બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, નરેન્દ્ર મોદીને ફરીથી સરકાર બનાવવા માટે આમંત્રિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મેનાં રોજ ફરીથી વડાપ્રધાન પદનાં શપથ લેશે.

મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી ફરીથી વડાપ્રધાન પદનાં શપથ ગ્રહણ કરશે તે પહેલા અમિત શાહ અને વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવશે.

30મીએ લઇ શકે છે ફરી શપથ

CNN-News18ની ખબર પ્રમાણે નરેન્દ્ર મોદી 30 મેનાં રોજ વડાપ્રધાન પદની શપથ લઇ શકે છે. જે પહેલા મોદી વારાણસી અને ગુજરાતની મુલાકાત લઇ શકે છે. પીએમ 28 મેનાં રોજ વારાણસી જવાના છે.

ગુજરાતમાં ભવ્ય ઉજવણી થશેપીએમ મોદી વારાણસી સાથે ગુજરાતની મુલાકાતે પણ આવી શકે છે. તેઓ વડાપ્રધાન પદની શપશ પહેલા માતા હીરાબાનાં આશીર્વાદ લઇ શકે છે. મહત્વનું છે કે અમિત શાહ પણ ગુજરાતની મુલાકાત લેશે. અમિત શાહની જંગી મતોથી જીત્યા બાદ પહેલીવાર ગુજરાત આવવાનાં છે. તેઓ અહીં આવીને કાર્યકર્તાઓનાં ઉત્સાહમાં વધારો કરશે અને ભવ્ય ઉજવણી પણ કરવાનાં સમાચાર મળી રહ્યાં છે.

મહત્વનું છે કે કેબિનેટ મીટિંગ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા તેમનાં ઘરે પહોંચ્યાં છે.


SHARE WITH LOVE
 • 46
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  46
  Shares

Leave a Reply

Your email address will not be published.