ગણપતભાઈ વસાવા મંત્રી હાલમાં આવેલા સુપ્રીમ કોર્ટ ના ચુકાદા પર ચુપ … સમાજ ના હિત માટે કોણ અવાજ ઉપાડશે?

SHARE WITH LOVE
 • 913
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  913
  Shares

ગુજરાત રાજ્યની ભાજપા સરકારના કેબિનેટ મિનિસ્ટર શ્રી ગણપતભાઈ વસાવા આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત ના  મંત્રી છે જે પોતે આદિવાસી છે અને આદિવાસી વિસ્તારમાંથી આવે છે પરંતુ હાલમાં આવેલા સુપ્રીમ કોર્ટ ના ચુકાદા પર જેમાં લાખો આદિવાસી પરિવારો એ પોતાની જમીન છોડીને ત્યાંથી હટવાનું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે તેના પર શ્રી ગણપતભાઈ વસાવા ચુપ છે.

ફોરેસ્ટ રાઈટ એક્ટ હેઠળ આ જમીન પર માલિકી ના દાવા કરાયા હતા, અને ઘણા બધા આવા દાવા ખારીજ પણ થયા છે એની પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે આદિવાસી અભણ છે ગરીબ છે અને એને કોઈ સાંભળતું નથી forest right act 2006 પ્રમાણે જિલ્લા કલેકટરને અધિકાર આપવા આવ્યો હતો કે જંગલની જમીન પર વસેલા લોકોને માલિકીનો દાવો તેઓ માન્ય કરી શકે.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સામે માન્ય શ્રી ગણપતભાઈ વસાવા અત્યાર સુધી મૌન પાડેલું છે એ જાતે જ્યારે આદિવાસી વિભાગના કેબિનેટ મિનિસ્ટર છે ત્યારે એમને આદિવાસીના હિતમાં બોલવું જોઈએ એ કેમ નથી બોલતા એ ભારતીય જનતા પાર્ટી અને સહકારથી દબાઈ ગયા છે? કે પછી એમને આદિવાસીના હિતમાં કશું કર્વુજ નથી? કેબિનેટ મિનિસ્ટર છે ત્યારે એમને આદિવાસીના હિતમાં બોલવું જોઈએ એ કેમ નથી બોલતા ના તો એ આદિવાસી ના ખોટા પ્રમાણપત્રો કે જે કોટા લોકોને અપાઈ ગયા છે અને એ પ્રમાણપત્રો ઉપર અત્યારે એ ખોટા લોકો ખોટી રીતે નોકરી કરી રહ્યા છે તેને હટાવવાનો કોઈ નિર્ણય કે કોઈ કાર્યવાહી કરી રહ્યા છે.

જ્યારે શ્રી ગણપત વસાવા જેવા આદિવાસી આગેવાનો આદિવાસીના જ પ્રમાણપત્રો અને આદિવાસી વિસ્તારના આદિવાસી ના લોકોના મત લઈને ચૂંટાય છે અને ત્યાર પછી પોતાના આદિવાસી સમાજ માટે કોય કાર્યો કરવાના હોય છે તો એ શા માટે સરકાર અને પાર્ટીથી દબાય ને રહે છે એમને પોતાનો અવાજ ઉઠાવવો જોઇએ અને એ અવાજ  કઈ ખોટું નથી એ તો પોતાના સમાજ ની લાગણી હોય તો તે કરી શકે અને એમને કરવું જ જોઈએ.

 
My Adivasi group
Public group · 289 members
Join Group
we are people to help each other
 

SHARE WITH LOVE
 • 913
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  913
  Shares

Leave a Reply

Your email address will not be published.