બારડોલી: ગણપતભાઈ વસાવા અને પ્રભુભાઈ વસાવા ની આંખો સામેજ આદિવાસી વિદ્યાર્થી પર અત્યાચાર

SHARE WITH LOVE
 • 1.6K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.6K
  Shares

વાંકલ કોલેજ ની આપરીસથીતી માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અને બારડોલીના સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા અને ભાજપના તમામ આદિવાસી નેતાઓ એ જરૂરથી જોવવી જોઈએ.

મોંન  રેહતા આદિવાસી સમાજ ના આગેવાનો, કેહવાતા આદિવાસી નેતા અને પાર્ટીના પોપટ જે પોતાના સમાજ ના હિત માટે બોલીનથી સકતા અને પોતાના મોઢા સીવીને બેસી રહેવાથી, આજે આદિવાસી સમાજ ની સ્થિતિ શું થય રહી છે?

બધા પુરાવાની તપાસ કરતા આ નેતાઓને પણ ખ્યાલ આવી જશે કે ગુજરાત ભાજપના ના સાસન માં પોલીસે આદિવાસી વિદ્યાર્થીઓ પર કેટલું દમન ગુજાર્યું છે.

આદિવાસી વિદ્યાર્થીઓએ પોલીસ દમન વિરુદ્ધ ફરિયાદ કરી તો પોલીસ પર કાર્યવાહી કરવાને બદલે ઉલટાનું વિદ્યાર્થીઓ ઉપર જ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી .

આદિવાસી વિદ્યાર્થીઓને પોલીસે એટલી હદે ઉશ્કેર્યા કે આદિવાસી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.

આદિવાસી વિદ્યાર્થીઓ પર થયેલ અત્યાચાર ને આદિવાસી સમુદાય સહન નહીં કરે.

આવનારા સમયમાં આદિવાસી સમુદાય વાંકલ કોલેજ ના વિધાર્થી ઓ ને ન્યાય અપાવવા માટે જન આંદોલન થશે.

ચુંટણી બહિસ્કાર થશે. અને મત માગવા આવતા ગણપત વસાવા અને પ્રભુ વસાવા સમાજ ના નેતા ઓનો હુરિયો બોલાવાશે.

આદિવાસી હવે ચુપ નહિ બેસ

વધુ વિગત :

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે કુમાર છાત્રાલયમાં રહેતા ત્રણ વિદ્યાર્થીઓને માંગરોળ પોલીસ દ્વારા માર મારવાના વિરોધમાં રવિવારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વાંકલ ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરતા બંન્ને તરફ વાહનોની લાઇન થઇ ગઇ હતી. માંગરોળ પોલીસ સ્થળ પર આવતા 400 થી વધુ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસને ધક્કે ચઢાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓને ઇજાઓ થઈ હતી, તેમજ સરકારી વાહનના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનાને લઈ સુરત જિલ્લા નાયબ પોલીસ વડા સહિત જિલ્લા પોલીસનો કાફલો તાબડતોડ દોડી આવ્યો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ પર આક્ષેપ

વાંકલ ગામે રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ દ્વારા રૂ. 12 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ દોઢ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. જેમાં થોડા દિવસ અગાઉ કેટલાક વિદ્યાર્થીઓએ જમવાનું બરાબર આપવામાં આવતું નથી, તેમજ અન્ય નાના મોટા મુદ્દાઓને લઈ છાત્રાલયના ગૃહપતિ સાથે ઝગડો થયો હતો, અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પરંતુ આ બાબતે સમાધાન થઈ ગયું હતું. તાજેતરમાં બે દિવસ પહેલા છાત્રાલયના કેમ્પસ બહાર મુખ્ય માર્ગ પર રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ત્રણ-ચાર વિદ્યાર્થીઓને કેમ્પસ બહાર નિકળવાનું કારણ પૂછપરછ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ બર્થ ડે હોવાથી કેક લેવા ગયા હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ 12.30 કલાકે માંગરોળ પોલીસે ફરી આ મુદ્દે છાત્રાલયમાં જઇ બે વિદ્યાર્થી વિષ્ણુ જી. વસાવા અને રવિન્દ્ર વસાવાને ઊંચકી લાવી માર માર્યો હતો તેમજ ચિંતન ગામિત નામના વિદ્યાર્થીને ફોન કરી બોલાવી પોલીસે તેને માર માર્યો હોવાનો આક્ષેપ પોલીસ ઉપર વિદ્યાર્થીઓએ કર્યો હતો.

પોલીસ અને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી

ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓને વિના વાંકે પોલીસે કેમ માર માર્યો તેનો જવાબ પોલીસ પાસે માંગ્યો હતો અને પોલીસ પર વારંવાર ફોન કરી જવાબ આપવા માંગ કરી હતી. પરંતુ પોલીસે વિદ્યાર્થીઓની વાત ન સાંભળતા રવિવારે બપોરના 1.30 કલાકે વાંકલ-ઝંખવાવ રાજ્ય ધોરી માર્ગ પર વિદ્યાર્થીઓએ ચક્કા જામ કરી દેતા વાહનોની લાંબી કતાર લાગી હતી. જેથી માંગરોળ પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ અને ઉશ્કેરાયેલા વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી બાદ મામલો વધુ વકર્યો હતો, પોલીસને ધક્કે ચઢાવી હતી, અને વિદ્યાર્થીઓ વધુ ઉશ્કેરાઇ જઇ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ચાર પોલીસ કર્મચારીઓને નાની મોટી ઇજાઓ થઈ હતી.

પોલીસ કાફલો દોડી આવ્યો

ઘટનાની જાણ સુરત જિલ્લા પોલીસને થતાં જિલ્લા પોલીસ તથા એસ.ઑ.જી. અને એલ.સી.બી. સાથે ડી.વાય.એસ.પી. જાડેજા વાંકલ આવી પહોંચ્યા હતા અને મામલો થાળે પાડવા વિદ્યાર્થીઓ સાથે વાતા ઘાટ કરી હતી. જેમાં માંગરોળના પી.એસ.આઈ. વી. કે દેસાઇ ને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની તેમજ જવાદાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવાની ઊગ્રમાંગ કરી હતી.

જય આદિવાસી જય જોહર …


SHARE WITH LOVE
 • 1.6K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.6K
  Shares

Leave a Reply

Your email address will not be published.