ગીર બની રહ્યું છે સિંહોનું મૃત્યુલોક?

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં મોનસૂન સત્ર ચાલી રહ્યું છે અને ગીરના એશિયાટિક સિંહોના મોતને લઈને વિધાનસભા અત્યંત ગાજી રહી છે. વનમંત્રી ગણપત વસાવાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે પાછલા બે વર્ષોમાં ગીરમાં 222 સિંહોના મોત થયા છે, જેમાંના મોટાભાગના મૃત્યુ કુદરતી કારણોસર થયા છે.

ઉલ્લેખનીય છે વિધાનસભાના ચોમાસુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકાર પાસે સિંહો સાથે જોડાયેલી કેટલીક માહિતી માગી હતી, જેનો વનમંત્રી ગણપતભાઈ વસાવાએ ઉત્તર આપ્યો હતો. એમાં તેમણે માહિતી આપી હતી કે 2017-2018 અને 2018-2019માં ગીરમાં કુલ 222 સિંહોના મૃત્યુ થયા હતા, જેમાં 52 વયસ્ક નર, 74 વયસ્ક માદાઓ અને 90 બચ્ચાનો સમાવેશ થાય છે.

સરકાર દ્વારા આ ડેટા અપાયા બાદ વિધાનસભામાં હોહા મચી ગઈ હતી. જોકે સરકારે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે સિંહોના આ મૃત્યુ કુદરતી છે અને સરકાર સિંહો બાબતે અત્યંત સજાગ છે. આ માટે થઈને સરકારે ગીરમાં એમ્બ્યુલન્સ સર્વિસથી લઈ 75  રેડિયો કોલર્સની વ્યવસ્થા પણ ઊભી કરી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં સરકારે 74 લોકો પર કડક કાર્યવાહી કરી છે, જેમણે પ્રવાસીઓને આકર્ષવા માટે લાયન શોનું આયોજન કર્યું હોય.

જોકે એમાં 34 જેટલા સિંહો કેનાઈન ડિસ્ટેમ્પર અને બાબેસિયા જેવા વાયરસથી મૃત્યુ પામ્યા હતા. આવા ઘાતક વાયરસને પહોંચી વળવા માટે સરકારે અમેરિકાથી ત્રણસો જેટલી વેક્સિન્સ મગાવી હતી. તો કેટલાક સિંહો અપ્રાકૃતિક કારણોથી પણ મૃત્યુ પામ્યા હોવાનું બહાર આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત વનવિભાગની છેલ્લી ગણતરી મુજબ હાલમાં ગુજરાતમાં 109 જેટલા સિંહો, 201 જેટલી સિંહણ અને 200 જેટલા બચ્ચા જીવે છે.


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

Leave a Reply

Your email address will not be published.