છોટાઉદેપુર ભાજપના ગીતાબેન રાઠવાએ ઉમેદવારી પત્ર ભર્યું. CM રૂપાણી, જીતુ વાઘાણી રહ્યા હાજર

SHARE WITH LOVE
 • 49
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  49
  Shares

લોકસભાની ચુંટણીમાં ભાજપા ઉમેદવાર એવા છોટાઉદેપુર બેઠકના ગીતાબેન રાઠવાએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે ભાજપના ઉચ્ચ નેતાગણ અને સેંકડો કાર્યકરો હાજર રહ્યા .

અનામત બેઠક એવી છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે ચાલુ સાંસદ રામસિંહ રાઠવા નું પત્તું કાપી ગીતાબેન રાઠવાના નામની જાહેરાત થયા બાદ આજે ગીતાબેન રાઠવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે, ત્યારે ગીતાબેનનાં ઉમેદવારી પત્ર રજુ કરવા જતા પૂર્વે રાજ્યના મુખ્ય પ્રધાન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી એ ભાજપા કાર્યાલય નજીક જાહેર સભા ને સંબોધી હતી, સભામાં પ્રદેશ ઉપાધ્યક્ષ શબ્દશરણ બ્રહ્મભટ્ટ ,સાંસદ રામસિંગ રાઠવા સહીત બેઠકમાં સમાવિષ્ટ તમામ ચાલુ અને પૂર્વ ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા , પોતાના વક્તવ્યમાં CM રુપાણીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસન ઉપર વાકબાણ ચલાવ્યા હતા , CM રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા આંતકવાદીઓ ને મદદ કરનારા અને પાકિસ્તાનની ભાષા બોલનારા ગણાવ્યા હતા.

જીતુ વાઘાણીએ ઉમેદવાર ગીતાબેન રાઠવા સાથે જિલ્લા સેવા સદન કચેરી સુધી રોડ શો યોજી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભર્યા બાદ જીતુ વાઘાણી એ મીડિયા સાથે વાત કરતા ગીતાબેન ની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ચાલુ સાંસદ રામસિંહ રાઠવા ની ટીકીટ કાપ્યા બાબતે ભાજપમાં કોઈ નું સ્થાન કાયમી ના હોવાનું જણાવ્યું હતું.


SHARE WITH LOVE
 • 49
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  49
  Shares

Leave a Reply

Your email address will not be published.