સોનામાં આગઝરતી રેકોર્ડ તેજી : અમદાવાદમાં ઉછળીને રૂ. 38,500 બોલાયું

SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

મુંબઇ ઝવેરીબજારમાં આજે સોનામાં વિક્રમ તેજી આગળ વધતા નવા ઉંચા ભાવ જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઔંશના ૧૫૦૦ ડોલર નજીક પહોંચતા ખેલાડીઓ સ્તબધ થઇ ગયા હતા. વિશ્વ બજાર વધતા તથા ઘર આંગણે રૃપિયા સામે ડોલર વધી ઇન્ટ્રા-ડે રૃા. ૭૧ નજીક પહોંચી જતાં ઘરઆંગણે સોાની ઇમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઇ છે અને તેના પગલે ઘરઆંગણે ઝવેરી બજારમાં રેકોર્ડ તેજીનો પવન ફૂંકાતો રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ રૃા. ૮૦૦ ઉછળી ૧૦ ગ્રામના ભાવ વધી ૯૯/૫૦ના રૃા. ૩૮૦૦૦ વટાવી રૃા. ૩૮૩૫૦ તથા ૯૯/૯૦ના રૃા. ૩૮૫૦૦થી નવી ટોચે પહોંચ્યા હતા. અમદાવાદમાં આજે ચાંદીના ભાવ ૯૯૯ના કિલોના રૃા. ૧૦૦૦ ઉછળી રૃા. ૪૩૦૦૦ વતાવી રૃા. ૪૩૫૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે ઉછળી ઉંચામાં ૧૪૯૯/૬૦ ડોલર થઇ સાંજે ભાવ ૧૪૯૫/૪૦થી ૧૪૯૫/૫૦ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ વધી ઉંચામાં ૧૭/૦૧ ડોલર થઇ સાંજે ભાવ ૧૬/૯૩થી ૧૬/૯૪ ડોલર રહ્યા હતાં.

મુંબઇ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯/૫૦ના રૃા. ૩૬૩૩૨ વાળા રૃા. ૩૬૮૯૪ તથા ૯૯/૯૦ના રૃા. ૩૬૪૭૮ વાળા રૃા. ૩૭૦૪૨ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઇ ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૃા. ૪૧૮૩૦ વાળા રૃા. ૪૨૭૧૫ જ્યારે જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઉંચા રહ્યા હતાં.

વૈશ્વિક સ્તરે ચીન તતા અમેરિકા વચ્ચે મતભેદો વધતા સોનામાં સલામત રોકાણના સ્વરૃપની ફંડોની લેવાલી વધ્યાની ચર્ચા હતી. ભારતમાં આજે રિઝર્વ બેંકે વ્યાજના દર ઘટાડયા હતા. ત્યારે ન્યુઝીલેન્ડ તથા થાઇલેન્ડમાં પણ વ્યાજનાદર ત્યાંની સેન્ટ્રલ બેંકે ઘટાડયાના સમાચાર મળ્યા હતા. આ પૂર્વે તાજેતરમાં અમેરિકાએ પણ વ્યાજના દર ઘટાડયા હતા. આવા માહોલમાં સોનામાં તેજીનું તોફાન ગતિ પકડતું રહ્યું છે.

દરમિયાન, મુંબઇ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૃા. ૭૦/૮૩ વાળા રૃા. ૭૦/૯૬ ખુલી રૃા. ૭૦/૯૮ રહ્યા પછી નીચામાં ભાવ રૃા. ૭૦/૬૨ થઇ છેલ્લે બંધ ભાવ રૃા. ૭૦/૮૭ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ચાર પૈસા વધ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૭ પૈસા ઘટી રૃા. ૮૬/૧૦થી ૮૬/૧૧ તથા યુરોના ભાવ બે પૈસા ઘટી રૃ. ૭૯/૩૨થી ૭૯/૩૩ રહ્યા હતા. ન્યુઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલીયાનાની કરન્સી ગબડયાના વાવડ હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે સાંજે પ્લેટીનમના ભાવ ઔંશના ૮૫૩/૨૦થી ૮૫૩/૩૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૪૨૩/૨૦ થી ૧૪૨૩/૩૦ ડોલર રહ્યા હતા. દરમિયાન, ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડવોરના પગલે વૈશ્વિક અર્થતંત્રને અસર પડતાં વિશ્વ બજારમાં ક્રુડતેલના ભાવ તૂટી ગયાના સમાચાર મળ્યા હતાં.

વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધુ દોઢથી બે ટકા ઘટયા હતા. તથા બ્રેન્ટ ક્રૂડના ભાવ ગબડી બેરલદીઠ ૫૯ ડોલરની અંદર ઉતરી ૫૮/૧૫ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ઘટી સાંજે ૫૩ ડોલરની અંદર ઉતરી ૫૨/૬૦ ડોલર રહ્યાના સમાચાર હતા.

વિશ્વબજારમાં સોનાના ભાવ વધી છ વર્ષની ટોચે પહોંચ્યા હતા. અમેરિકાના ગોલ્ડ ઇટીએફમાં સોનાનું હોલ્ડીંગ વધ્યું છે. દરમિયાન, મુંબઇ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ સોનાના ભાવ ઉછળતા હવે ઉંચા ભાવના આકર્ષણે જૂના સોનામાં નફારૃપી વેંચવા આવનારા વર્ગનો ધસારો બજારમાં સોનું વેંચવા વધશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. જો કે અમુકવર્ગના જણાવ્યા મુજબ જે રીતે બજાર વધી રહી છે એ જોતાં દિવાળી સુધીમાં સોનાના ભાવ રૃા. ૪૦ હજાર થઇ જાત તો નવાઇ નહિ એવી શક્યતા પણ બજારમાં ચર્ચાતી રહી છે.


SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

Leave a Reply

Your email address will not be published.