ફરી એક વાર સુવર્ણજડિત થશે સોમનાથ મહાદેવનુ મંદિર,1250થી વધુ કળશો સુવર્ણથી જડાશે?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ઉતરભારતમા તો શ્રાવણ માસને પંદર દિવસ પુર્ણ થવા આવશે. ત્યારે ગુજરાતમા આગામી 1લી તારીખથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. ત્યારે શ્રાવણ માસ શરુ થાય તે પહેલા જ એક ઐતિહાસિક નિર્ણય કરવામા આવ્યો છે. સોમનાથ મહાદેવ ટ્ર્સ્ટ દ્વારા દેશ ના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિર પર ના 1200 થી વધુ કળશ ને સુવર્ણ જડિત કરવામા આવશે.

દેશ નું પ્રથમ જ્યોતિલિંગ અને હિંદુઓના આસ્થા  નુ કેન્દ્ર મનાતા સોમનાથ મહાદેવ મંદિર નો હાલ સુવર્ણ યુગ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે.  સોમનાથ મહાદેવ  મંદિર ને છેલ્લા 7 વર્ષ મા અનેક ગણુ સોનાનુ દાન મળ્યું છે. જેના કારણે મંદિર ને સુવર્ણ જડિત કરવાનું કામ થઈ રહ્યું છે.  ત્યારે હવે સોમનાથ મંદિર પર 1250 જેટલા નાના મોટા કળશ છે જે કળશ ને હવે સોનાથી મઢવા નું કામ શરૂ થવાનું છે. એક વર્ષ મા તમામ કળશ ને સોનાથી મઢવા ની જાહેરાત સોમનાથ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને સેકેટરી પી કે લેહરી એ કરી છે.

સોમનાથ મંદિર પર ના 1250 જેટલા કળશ ને સુવર્ણ મઢીત કરાશે તમામ કળશ ને મઢવા માટે જે સોના ની જરૂર હતી તે સોનુ અલગ અલગ દાતાઓ દ્વારા દાન મા રોકડ રૂપે મળ્યું છે. દાતાઓ એ 21000 થી લઈ સવા લાખ રૂપિયા સુધી એક એક કળશ ને મઢવા માટે દાન આપ્યું છે. મુંબઇ ના દિલીપ લખી પરિવારે ભૂતકાળ મા 110 કિલો સોનુ સોમનાથ મહાદેવ ને દાન આપ્યું જેમાંથી મંદિર ના ગર્ભ ગૃહ.ત્રિશુલ.ડમરુ.નાગ દંશ.પિલરો દરવાજા સહિત અનેક ભાગો સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે ત્યારે વધારે એક મંદિર  નો ભાગ હવે સુવર્ણ જડિત થવા જઈ રહ્યો છે

એવુ કહેવાઈ છે કે સદીઓ પહેલા સોમનાથ મંદિર સોનાનું હતું જેથી તેના પર અનેકો વખત આક્રમણ થયા અને આખરે તે પથ્થર નું બન્યું પરન્તુ હવે સોમનાથ નો ફરી સુવર્ણ યુગ શરૂ થયો છે અને ધીમે ધીમેં સોમનાથ મંદિર ફરી સોનાનું બની રહ્યું છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.