નવા ટ્રાફિક નિયમને લઇ સરકારે કરી મોટી જાહેરાત, જનતાને મળી રાહત

SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares

16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નવા ટ્રાફિકના નિયમની અમલવારી શરૂ થઇ ગઈ છે. નવા નિયમોની અમલવારી થતા લોકો PUC સેન્ટર પર અને RTO પર તેમને ખૂટતા પૂરાવાઓ મેળવવા માટે લાઈનો લગાવી રહ્યા છે. આજે વાહન વ્યવહારમંત્રી આર. સી. ફળદુએ લોકોને પડતી મુશ્કેલીને લઇને બે મહત્ત્વની જાહેરાત કરી છે. જેનાથી લોકોને ઘણો ફાયદો થશે અને હેલમેટ પણ ફ્રીમાં મળશે.

વાહન વ્યવહારમંત્રી આર. સી. ફળદુએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નવા નિયમોને લઇને સમાજ જીવનમાંથી જે રજૂઆતો આવે છે કે, એટલા ઝડપથી હેલમેટ ઉપસ્થિત નહીં થાય એટલે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. લોકોની આ રજૂઅતોને લઇને 15 ઓક્ટોબર સુધી મુદ્દત લંબાવવા માટે આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ કેબિનેટમાં થયેલી ચર્ચામાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. PUC બાબતે પણ જિલ્લા મથકે લોકોની લાંબી લાંબી લાઈનો લાગે છે. જેથી લોકોનો સમય બગડે છે. આ વાતની રજૂઆતોને ધ્યાનમાં લઈ કેબિનેટમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે અને PUCની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

વાહન વ્યવહારમંત્રી આર. સી. ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 900 જેટલા PUC સેન્ટર ખુલે તે માટે રાજ્ય સરકારે સોર્ટ નોટિસથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આગામી 10 દિવસમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને રાજ્યમાં નવા PUC સેન્ટરો ખુલે અને વાહન ધારકોને PUC વહેલી તકે મળી રહે, તે માટે બીજા 15 દિવસની મુદ્દત લંબાવવાનો નિર્ણય કેબિનેટે લીધો છે. આ રીતે એક અતિમહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આજથી અમારા વિભાગે અમલી કરવાનો છે. આ નિયમ અનુસાર હવે નાગરીકો પોતાનું નવું વાહન જે એજન્સી, ડીલર કે, કંપની પાસેથી છોડાવશે. તો જે તે એજન્સી કે, ડીલરે ISI માર્કાવાળું હેલમેટ ફ્રીમાં અપવું પડશે. 


SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares

Leave a Reply

Your email address will not be published.