મા કાર્ડ ધરાવતા દર્દીઓ પાસે પૈસા વસૂલતી હોસ્પિટલો પર સરકારની લાલ આંખ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તાજેતરમાં જ અમદાવાદમાં એક ગંભીર મામલો સામે આવ્યો હતો, જ્યાં અમદાવાદની અમુક હોસ્પિટલો દ્વારા દર્દીઓના મા કાર્ડ સ્વીકારવાની ના પાડવામાં આવી હતી. નિતિન પટેલે એક સવાલના જવાબમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 17 હોસ્પિટલો દ્વારા મા કાર્ડ હોવા છતા પેશેન્ટ્સ પાસેથી રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.

નિતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાત સરકારે આવી હોસ્પિટલો પર કાર્યવાહી કરી હતી. સરકારે આ હોસ્પિટલો પાસેથી દંડ નથી વસૂલ્યો પણ બરતરફ કરીને નોટિસ આપી દેવામાં આવી છે. પેશેન્ટ્સ પાસેથી લીધે રૂપિયા પણ હોસ્પિટલ પાસેથી લઇને દર્દીઓને પરત આપવામાં આવ્યા છે. નિતિન પટેલે સ્પષ્ટ કરી દીધું હતું કે, જો આવી ઘટના સામે આવશે તો હોસ્પિટલનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવશે.

મા કાર્ડ હોવા છતા દર્દી પાસેથી નાણાં લીધા અમદાવાદની 17 હોસ્પિટલોએ…

ગુજરાત સરકાર દ્વારા મા અમૃતમ યોજના અંતર્ગત મા કાર્ડ દ્વારા લોકોને અઢી લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતમાં ઘણી એવી ખાનગી હોસ્પિટલો છે. જે હોસ્પિટલમાં મા કાર્ડ માન્ય ગણવામાં આવતો નથી. ત્યારે અમદાવાદની આવી 17 જેટલી હોસ્પિટલોને રાજ્ય સરકાર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસેથી લેવામાં આવેલા સારવારના રૂપિયા દર્દીઓને પરત કરવામાં આવ્યા છે.

એક રિપોર્ટ અનુસાર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન મા અમૃતમ કાર્ડ બાબતે સરકારને કેટલાક સવાલો પૂછ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, સરકારી યોજનાની અમલવારી ન કરતી હોસ્પિટલ સામે સરકાર પગલાં લેવામાં નિષ્ફળ છે. 

મા કાર્ડ હોવા છતાં પણ દર્દીઓ પાસેથી પૈસા લેતી 17 હોસ્પિટલોમાં ક્રિષ્ના સેલબી હોસ્પિટલ, બોડીલાઈન હોસ્પિટલ, પારેખ્સ હોસ્પિટલ, VS હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ, નરોડા સ્ટાર હોસ્પિટલ, નારાયણ હોસ્પિટલ, GCS  મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, આનંદ સર્જિકલ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, HCG મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, લાઇફ કેર ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, શિવાલિક હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ અને સાલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.