PM CARES Fund Details – પીએમ કેર્સ ફંડ વિશે

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

કોવિડ-19 મહામારી ફાટી નીકળવા જેવી કોઈ પણ પ્રકારની કટોકટીભરી કે તકલીફની સ્થિતિનો મુકાબલો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે સમર્પિત રાષ્ટ્રીય ભંડોળ હોવું જોઈએ, એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, તેમજ અસરગ્રસ્તોને રાહત આપવા માટે ‘પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન્સ ફંડ (પીએમ કેર્સ ફંડ)’ નામ હેઠળ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.

ઓનલાઈન અનુદાન આપવા અહીં ક્લિક કરો.

ઉદ્દેશો :

• જાહેર સ્વાસ્થ્યની કટોકટી અથવા કોઈ પણ પ્રકારની કટોકટી, માનવસર્જિત કે કુદરતી આફત અથવા સંકટ, આરોગ્ય સંભાળ અથવા ફાર્માસ્યુટિકલ સુવિધાઓના નિર્માણ કે સુધારણા સહિત, અન્ય આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંબંધિત સંશોધનો માટે ભંડોળ કે અન્ય કોઈ પણ પ્રકારની મદદ માટે કોઈ પણ પ્રકારની રાહત અને સહાય આપવા માટે.

• નાણાંકીય સહાય આપવા માટે નાણાંકીય ચુકવણીનું અનુદાન આપવા અથવા અસરગ્રસ્ત લોકોને બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને આવશ્યક જણાય તેવાં આ પ્રકારનાં અન્ય પગલાં લેવાં.

• ઉપરોક્ત ઉદ્દેશો સાથે સુસંગત ન હોય તેવી અન્ય કોઈ પણ પ્રવૃત્તિ હાથ ધરવા માટે.

ટ્રસ્ટનું બંધારણ :

• પ્રધાનમંત્રી, પીએમ કેર્સ ફંડના એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને ભારત સરકારના સંરક્ષણ મંત્રી, ગૃહ મંત્રી તેમજ નાણાં મંત્રી ફંડના એક્ઝિક્યુટિવ ટ્રસ્ટીઓ છે..

• બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરપર્સન (પ્રધાનમંત્રી) પાસે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં ત્રણ ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો અધિકાર રહેશે, જેઓ સંશોધન, સ્વાસ્થ્ય, વિજ્ઞાન, સમાજ સેવા, કાયદો, જાહેર વહીવટ તેમજ પરોપકારના ક્ષેત્રે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હશે.

• ટ્રસ્ટી તરીકે નિમાયેલી કોઈ પણ વ્યક્તિ નિઃશુલ્ક રીતે જાહેર હિત માટે કામ કરશે.

અન્ય વિગતો :

• આ ફંડનું તમામ ભંડોળ વ્યક્તિઓ / સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલું સ્વૈચ્છિક અનુદાન હશે અને તેને કોઈ પણ પ્રકારનો અંદાજપત્રીય ટેકો અપાશે નહીં. ભંડોળનો ઉપયોગ ઉપર દર્શાવેલા ઉદ્દેશો માટે કરવામાં આવશે.

• પીએમ કેર્સ ફંડમાં કરાયેલું અનુદાન કલમ આવક વેરા કાયદા, 1961ની કલમ 80જી હેઠળ 100 ટકા મુક્તિ મેળવવાને પાત્ર રહેશે. પીએમ કેર્સ ફંડમાં કરાયેલું અનુદાન કંપની ધારા, 2013 હેઠળ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)ના ખર્ચ તરીકે ગણતરીને પણ પાત્ર રહેશે.

• પીએમ કેર્સ ફંડને એફસીઆરએ હેઠળ પણ મુક્તિ મળશે અને વિદેશથી અનુદાન મેળવવા માટે સ્વતંત્ર ખાતું ખોલવામાં આવ્યું છે. આને કારણે પીએમ કેર્સ ફંડ વિદેશ સ્થિત વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી અનુદાન અને ફાળો સ્વીકારી શકે છે. આ પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ (પીએમએનઆરએફ)ની માફક જ છે. પીએમએનઆરએફને પણ વર્ષ 2011થી જાહેર ટ્રસ્ટ તરીકે વિદેશથી ફાળો મળી રહ્યો છે.

ઓનલાઈન અનુદાન આપવા અહીં ક્લિક કરો

Source:


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •