આ દારૂ નર્મદાના પાણીમાંથી બનેલો છે, લઠ્ઠાકાંડ નહીં થાય તેની ગેરન્ટી

SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

ગુજરાતમાં દારૂબંધી હોવાના આપણા 60 વર્ષ જુના દાવાઓ અને કડક કાયદાની ગુલબાંગો વચ્ચે દેશના કોઈ પણ રાજય કરતા વધુ દેશી અને વિદેશી દારૂનું વેચાણ અને ઉપયોગ ગુજરાતમાં થાય છે. ગુજરાતના અંતરીયાળ વિસ્તારમાં દારૂનું ઉત્પાદન અને વેચાણ કદાચ સહજ હોઈ શકે પરંતુ રાજયના પાટનગર ગાંધીનગરમાં સાબરમતી નદી કિનારે વ્યાપક પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે.

પણ મઝાની વાત એવી છે કે હાલમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ થયો હોવાને કારણે નર્મદા ડેમ ઓવરફલો થતાં રાજયની વિવિધ નદીમાં નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યુ છે જેમાં સાબરમતી નદી પણ નર્મદાના નીરને કારણે છલકાઈ ગઈ છે. નર્મદાના પાણીને કારણે ખેતીને કેટલો ફાયદો થયો તેની ખબર નથી, પણ નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર નર્મદા નીર આશીવાર્દ રૂપ બન્યા છે. દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર દાવો કરી રહ્યા છે કે નર્મદા પાણીમાંથી બનાવેલા દેશી દારૂને કારણે લઠ્ઠાંકાંડ થશે નહીં તેની અમે ખાતરી આપી છીએ.

ગુજરાત પોલીસ દ્વારા દારૂ વેચનાર અને પીનારને પકડવા માટે એક વોટસઅપ નંબર શરૂ કરવામાં આવ્યો છે, આમ જાણે પોલીસ જાણતી જ નથી કે કયાં દારૂનું ઉત્પાદન થાય છે અને વેચાણ થાય છે. અમદાવાદથી ગાંધીનગરને જોડતા ઈન્દીરાબ્રીજ ઉપર પસાર થતાં વાહન ચાલકોને પણ નદીના કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ નજરે પડે છે, પણ પોલીસ કહે છે દારૂ અંગે અમને જાણકારી મળે તો પગલાં ભરીશુ. આ ભઠ્ઠીઓ જયા ચાલે છે ત્યાં ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશન અને અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનની હદ ભેગી થાય છે પણ આ ભઠ્ઠીઓ બંધ કરવામાં અમદાવાદ અને ગાંધીનગર પોલીસને કેમ રસ નથી તેની ચર્ચા કરવી અયોગ્ય છે.

સાબરમતી નદી કિનારે ચાલી રહેલી આ ભઠ્ઠીમાં પાણીમાં નદીમાં વહી રહેલુ નર્મદાનું પાણી જ ઉપયોગ લેવામાં આવે છે અને નદીના પટમાં ખાડા ખોદી દારૂની પીપડા દાટી દેવામાં આવે છે. આમ હવે કોઈ દેશી દારૂ બનાવનાર નર્મદા બ્રાન્ડ સાથે દેશી દારૂના બજારમાં આવે તો નવાઈ પામતા નહીં, ફોટોગ્રાફર શૈલેષ સોંલંકી દ્વારા કલીક થયેલી દારૂની ભઠ્ઠીના ફોટો અહિયા રજુ કરીએ છીએ.


SHARE WITH LOVE
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares

Leave a Reply

Your email address will not be published.