Gujarat: માંડવીના ગોડધા ગામે તંત્રના પાપે દર વર્ષે ગામના લોકો નદી પર રસ્તો બનાવવા મજબુર

SHARE WITH LOVE
  • 9
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    9
    Shares

રાજ્ય સરકાર ગુજરાતના વિકાસની વાત કરી રહી છે પણ ખરેખર ગુજરાતના છેવાડાના ગામડાઓનો વિકાસ થયો છે. કેટલાક ગામડાઓ અંતર્યાળ વિસ્તારમાં આવ્યા હોવાથી ત્યાં બસ સેવા પણ શરૂ કરવામાં નથી આવી અને કેટલાક ગામડાઓમાં તો મોબાઈલના નેટવર્ક માટે પણ ગામના લોકોને પર્વત પર ચઢવાનો વારો આવે છે.

વિકાસથી વંચિત રહેલા એક ગામની આજે વાત કરવાના છીએ કે, જ્યાં તંત્ર દ્વારા ગામના લોકોને નદી પાર કરવા માટેનો રસ્તો તો બનાવવામાં આવ્યો પણ દર વર્ષે ચોમાસામાં તે રસ્તાનું ધોવાણ થાય છે અને આ રસ્તાના ધોવાણના કારણે લોકોને જ ચોમાસા પછી નદીમાં પથ્થરો નાંખીને રસ્તો બનાવવો પડે છે. આ પ્રકારે દર વર્ષે ગામના લોકોને મહેનત કરીને નદીમાં પથ્થર નાંખીને પોતાના માટે રસ્તાનું નિર્માણ કરવું પડે છે.

એક રિપોર્ટ અનુસાર આ ગામ માંડવીમાં આવેલું છે અને તેનું નામગોડધા ગામ છે. ગોડધામાં નદી પર બનાવવામાં આવેલા ડેમના નીચાણ વાળા વિસ્તાર ગરમા ડુંગરથી ડેમ ફળિયાને જોડતા રસ્તા વચ્ચે વરેહ નદી પસાર થાય છે. આ નદી પર નાના નાના ગરનાળાઓ બનાવીને એક રસ્તો તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો હતો. પણ ચોમાસામાં વરેહ નદીં બે કાંઠે વહેતી હોવાના કારણે નદી પર બનાવામાં આવેલો રસ્તો દર વર્ષે ધોવાઈ જાય છે.

આ ધોવાઈ ગયેલા રસ્તાનું સમારકામ તંત્ર દ્વારા કરવામાં આવતું નથી. તંત્ર દ્વારા રસ્તો ન બનાવવામાં આવતા 30થી 40 જેટલા સ્થાનિક લોકો પાંચથી છ દિવસ તનતોડ મહેનત કરીને નદી અને તેની બહારના ભાગમાં પથ્થર અને કાંકરીઓ નાંખીને તેનું પૂરાણ કરે છે અને રસ્તો બનાવે છે પરંતુ દર વર્ષે રસ્તો ધોવાઈ જતા સ્થાનિક લોકોની મહેનત પણ નદીના પાણીની સાથે સાથે વહી જાય છે.


SHARE WITH LOVE
  • 9
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    9
    Shares