Gujarat BJP: ભારતીય જનતા પાર્ટી ના સંગઠનમાં શું થશે?

SHARE WITH LOVE
 • 55
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  55
  Shares

ગુજરાતના બે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા હાલમાં તેમના માળખાની નવેસરથી રચના કરવાની કામગીરી ચાલી રહી છે.  ભાજપ દ્વારા રાજ્યભરમાં પોતાના સંગઠનની સંરચના કરવા માટે જિલ્લા કક્ષાએ સેન્સ લેવાઈ રહી છે.

ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખની સંગઠનની રચનામાં રીપીટ થશે કે નહીં તે અંગે અટકળો લાગી રહી છે. જ્યારે કોંગ્રેસ પક્ષના માળખાને પેટા ચૂંટણી બાદ જ વિખેરી નાંખવામાં આવ્યું હતું. હાલમાં પ્રદેશ કોંગ્રેસના બે જ નેતાઓ પોતાના પદ પર છે એક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને બીજા વિધાનસભામાં વિપક્ષના નેતા. આમ આ બન્ને પક્ષો હાલમાં નવસર્જનની આશા સાથે સંરચનાની કામગીરીમાં વ્યસ્ત થયા છે.

ભાજપનું સંગઠન બદલાશે

છેલ્લાં ત્રણ વર્ષથી ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જિતુ વાઘાણી પદભાર સંભાળે  છે. તેમના નેતૃત્વમાં ભાજપે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તાસ્થાને આવી અને 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ તમામે તમામ બેઠક જીતી હતી. પરંતુ 2019ની લોકસભાની ચૂંટણી બાદ રાજ્યની વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ બેઠકો જ મળી હતી. 

ભાજપમાં હાઈકમાન્ડની ધાક

ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષોમાં આંતરિક જૂથબંધી જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાંક સમયથી ભાજપમાં પણ પેરેશૂટ નેતાઓને લઈને ભારે કમઠાણ સર્જાયું છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓને પક્ષ દ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાનો સૂર વર્ષોથી ભાજપ માટે કામ કરનારા નેતાઓ અને કાર્યકરોમાં રેલાઈ રહ્યો છે. તેમજ પાર્ટીની કનીતિ અને કાર્ય સૈલીની વિરુધાના પક્ષ સાથે ગઠબંધન કરી રાજ્ય સભામાં જરૂર વગર મત મેળવવામાં આવ્યા છે. જેથી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલ કાર્ય કરો માં રોસ ની લાગણી જોવા મળી છે.

જેથી પ્રદેશ પ્રમુખની કામગીરીને લઈને નેતાઓ તેમ જ કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. ભાજપની જૂથબંધી તાજેતરમાં જ રાજ્યમાં યોજાયેલી છ બેઠકોની પેટાચૂંટણીમાં જોવા મળી હતી. અને તેના કારણે ભાજપને માત્ર ત્રણ બેઠકો પર જીત મેળવીને સંતોષ માનવો પડ્યો હતો.

આ અંગે ભાજપના એક વરિષ્ઠ નેતા કહે છે, ભાજપની પ્રદેશ નેતાગીરી દ્વારા જે રીતે પેરેશૂટ નેતાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે તેને કારણે ભાજપના સંનિષ્ઠ નેતાઓ અને કાર્યકરોમાં ભારોભાર નારાજગી છે. અને આ નારાજગી દૂર કરવામાં પ્રદેશ નેતાગીરી ઉણી ઉતરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

જોકે, ભાજપના હાઈકમાન્ડ ગણાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન તેમ જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ધાક હોવાના કારણે ભાજપના નેતાઓ ખુલાસીને પોતાનો અસંતોષ વ્યક્ત નહિ કરતા હોવાનો સૂર પણ આ નેતાએ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ

તો બીજી બાજુ કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિનું નિર્માણ થયું છે. 2017ની વિધાનસભાની ચૂંટણીઓ બાદ વરિષ્ઠ નેતાઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. અને આ ચૂંટણી બાદ કોંગ્રેસ મોવડી મંડળે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂંક કરી હતી. આ નિમણૂંક યુવાન નેતા હોવાના કારણે કોંગ્રેસના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરી હતી. તો વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પક્ષના વરિષ્ઠ ગણાતા એવા મોટાભાગના ધારાસભ્યોને કિનારે કરીને અમરેલીના યુવાન ધારાસભ્ય પરેશ ધાનાણીની પસંદગી કરતાં વિક્રમ માડમ, કુંવરજી બાવળિયા સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ ખુલીને કોંગ્રેસ છોડવાનું મન બનાવ્યું હતું. પણ મોવડી મંડળે વિક્રમ માડમને સમજાવવામાં સફળતા મેળવી હતી. પરંતુ કોળી નેતા કુંવરજી બાવળિયાની નારાજગી દૂર ન કરી શકવાના કારણે તેમણે કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો. ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ત્યારબાદ કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડીને 2017માં ધારાસભ્યો બનેલા નેતાઓએ પણ કોંગ્રેસને રામ રામ કરી દેતાં કોંગ્રેસને મોટા ફટકા પડ્યા હતા. તેના કારણે લોકસભાની 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ બેઠક ન મળી અને કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો.

નવા માળખા માટે કવાયત

ભાજપ અને કોંગ્રેસમાં સંગઠનમાં ધરમૂળમાંથી ફેરફાર થવાના છે ત્યારે બન્ને રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા સંગઠનમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે વિવિધ સ્તરે લોબિંગ શરૂ કરાયું છે. આ માળખાની રચના માટે બન્ને પક્ષો દ્વારા જિલ્લા અને તાલુકાના સંગઠનો માટે હાલમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. અને તેમાં પણ ભાજપમાં કેટલાંક જિલ્લાઓમાં અસંતોષનો ચરૂ ઉકળી ઉઠ્યો છે. આ સંજોગોમાં પ્રદેશ ભાજપના નેતાઓ તેમ જ પ્રધાનમંડળના વરિષ્ઠ સભ્યો દ્વારા તેને ઠારવાનું કામ પણ કરાઈ રહ્યું છે. તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ આવી જ સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા અને તાલુકા સંગઠનમાં પોતાના માણસોને ગોઠવવા માટેની તજવીજ કેટલાંક નેતાઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. પણ બન્ને રાજકીય પક્ષોના મોવડીમંડળ દ્વારા આવનારા દિવસોમાં પોતાનો પક્ષ વધુ મજબૂત બને, કાર્યકરોમાં જાણીતા હોય તેમ જ સંગઠનને વધુ મજબૂત કરી શકે એવા નેતાઓની જ પસંદગી કરવા પર ભાર મૂકવામાં આવે એવી શક્યતાઓ નકારી શકાય નહિ.

હાલમાં ભાજપા ના હાઈકમાન્ડ સમક્ષ કેટલાક નેતાઓની રજૂઆત પોહચી છે જેમાં જીતુ વાઘાણી સહીત ભરતસિહ પરમાર, પ્રદીપશિહ વાઘેલા, નીતિન ભારદ્વાજ, અમિત ઠાકર, બાબુ ઝેબીલીયા, ઋત્વિજ પટેલ વગેરે પ્રદેશ પ્રમુખ / મહામત્રી ની રેસમાં હોવાનું સામે આવેલ છે.

હવે જોવું રહ્યું નરેન્દ મોદી જી અને અમિત શાહ જી કોના નામ પર મોહર મારે છે.

Source:

#mansukhvasava #chhotuvasava #mansukhbhaivasava #chhotubhaivasava #bjp #btp #jhagadia #bharuch


SHARE WITH LOVE
 • 55
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  55
  Shares

Leave a Reply

Your email address will not be published.