ગુજરાત: વિધાનસભાની અનુસુચીય જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ છોટાઉદયપુર, નર્મદા, તાપી, અને ભરૂચ જીલ્લા અભ્યાસ પ્રવાસે, તા: ૧૩ થી ૧૬/૧૧/૨૦૧૯

SHARE WITH LOVE
  • 694
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    694
    Shares

વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ

અનુસુચીય જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ આ વિસ્તારોમાં ચાલીરહેલ ખનીજ ના ખનનો, અલગ અલગ યોજના ઓ માટે થય રેહેલા જમીન સંપાદનો વગેરેના ના કારણે સ્થાનિક લોકોને જે તકલીફો પડીરહી છે તેની માહિતી એકથી કરવી, સરકારી યોજના ઓ આ વિસ્તારોમાં લોકો સુધી કેટલા અંશે પોહચી છે તેની તપાસ કરવી , વગેરે કાર્યો કરશે ..!

સ્થાનિક લોકો પોતાની રજૂઆત લેખિત તેમજ મૌખિક રીતે સમિતિના અધ્યક્ષ સમક્ષ કરી શકે છે…

તા: ૧૪-૧૧-૨૦૧૯ છોટાઉદેપુર:

તા:૧૫-૧૧-૨૦૧૯ રાજપીપળા થી કેવડીયા

તા:૧૫-૧૧-૨૦૧૯ વ્યારા બપોર પછી

તા:૧૬-૧૧-૨૦૧૯ રાજપારડી, બપોરે જી.એમ.ડી.સી લીઝ ની મુલાકાત

વિધાનસભા સચિવાલય દ્વારા અનુસુચીય જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ નો છોટાઉદયપુર, નર્મદા, તાપી, અને જીલ્લાનો અભ્યાસ પ્રવાસ, તા: ૧૩/૧૧/૨૦૧૯ થી તા. ૧૬/૧૧/૨૦૧૯ સુધી પ્રવાસ નું આયોજન કરેલ છે.

તા: ૧૪-૧૧-૨૦૧૯ છોટાઉદેપુર:

ગૌણ ખનીજ ઈ-ઓકસન અને પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અને DMF અંગેનું પ્રેઝંન્ટેસન આપી સર્વ લોકોને માહિતગાર કરશે.

તા:૧૫-૧૧-૨૦૧૯ રાજપીપળા થી કેવડીયા

સમય છે પોતાની રજૂઆતો આ આવાનાર સમિતિ સામે રજુ કરો લેખિત, મૌખિક, વિડીઓ, ઓડીઓ રેકોર્ડીંગ કરી, મહત્વ નું છે રજૂઆત કરો…

એક મંત્રી, એક સંસદ, એક ધારા સભ્ય, એક સરપંચ કે એક કાર્ય કર્તા ને ચુપ કરાવી સકે પ્રસાસન પરંતુ જયારે બધાજ લોકો પોતાના અધિકાર ની રજૂઆત અને માંગણી કરશે તો …. કેટલાને ચુપ કરાવશે ?

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ થતા ‘ડેવલપમૅન્ટ પ્રોજેક્ટ્સ’ અને તેનાથી સમાજોને થતી તકલીફોને સાંભળવા માં આવશે !.

ઉપરાંત  પુનઃવસવાટ અને વિકાસ સેલ, કૃષિ મથક, ઈજનેરી સેલ, લેન્ડ સેલ, મેડિકલ સેલ, ફરીયાદ નિવારણ સેલ, શિક્ષણ સેલ વગેરે બનાવવામાં આવ્યા તે વિષયક.

કોલોની અસરગ્રસ્ત ૬ ગામોમાં ૯૫૦ પીએએફ
સંપૂર્ણ અસરગ્રસ્ત Submergence affected ૧૯ ગામોમાં ૪૬૦૦ પીએએફ
નહેર અસરગ્રસ્ત આ ૨૪,૦૦૦ માંથી જમીન ટાઇટલ ધરાવતા 1,૬૯,૪૯૩ પીએએફ
શૂલપાણેશ્વર અભયારણ્ય અસરગ્રસ્ત ૧૦૪ ગામોમાં ૩૮,૦૦૦ પીએએફ
ડાઉનસ્ટ્રીમ પ્રભાવિત સરદાર સરોવર બંધના ૧૫૦ કિલોમીટરના ઉંચા પ્રવાહમાં ૧૦,૦૦૦ પીએએફ

આ પરિયોજનાઓ નું બાંધકામ પૂર્ણ થયેલ છે અને તેની સેવા ઓં શરૂ પણ થયેલ છે હવે આ પરિયોજનામાં થી આપણે સૌને, સમાજને , લોકોને અને દેશને કઈ રીતે વધુમાં વધુ ફાયદો થાય તે આપણે વિચારવું રહ્યું હતું આપડે વિચાર્યું અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને આપડે સહયોગ કર્યો. અહીંયા ટુરીઝમ ડેવલપથયા, હોટલો આવી. હોટલમાં હોટલ મેનેજમેન્ટ કરેલા વ્યક્તિઓની જરૂર પડી, કામદારોની જરૂરિયાત ઊભી થઇ, અને ઘણા નોકરી, રોજગાર, ધંધા  વગેરેના અવસર ખુલ્લા થયા પરંતુ  અનુસુચીય જનજાતિઓના લોકોને જેમને પોતાનું સર્વત્ર આ પરી યોજના માટે બલિદાન આપ્યું છે તેમને શું મળ્યું? લારી ગલ્લા પણ છીનવાય ગયા….

તા:૧૫-૧૧-૨૦૧૯ વ્યારા બપોર પછી

તા:૧૬-૧૧-૨૦૧૯ રાજપારડી, બપોરે જી.એમ.ડી.સી લીઝ ની મુલાકાત

જી.એ.ડી.સી રાજપારડી () ની સાથો સાથ અહિયાં આવેલ અને ભીમપોર ની સિલિકા સેન્ડ ની લીઝો અને વોશિંગ પ્લાન્ટ, અહી ઝગડિયા તાલુકામાં આવેલ બ્લેક ટ્રેપ ની લીઝો અને ક્રસરો તેમજ ભીમપોર મુકામે શંકરા સિંચાય (જે રદ કરી દેવામાં આવેલ છે.) માટે સંપાદિત થયેલ અનુસુચીય જનજાતિઓના સભ્યો ની જમીન છે. ભુડવા ખાડીમાં સિલિકા સેન્ડ ના કારણે પારાવાર આવીજતા પુર અને ખેતીમાં થય રહેલ નુકસાન બાબતે.

જી.એ.ડી.સી માટે પડવાનીયા, દમાલય, પડાલ, મોરણ, સીયાલી વગેરે ગામો તા. ઝગડિયા જીલ્લો ની ૧૪૦૦ હેકટર જમીન સંપાદિત થવા જય રહી છે તે બદલ ગ્રામ સભાના ઠરાવો અને અને સ્થાનિક લોકોના મંતવ્ય રજુ કરી સકાય

અનુસૂચિત જનજાત કલ્યાણ સમિતિ સમક્ષ સ્થાનિક લોકો વિવિધ મુદ્દે રજૂઆત કરી સકે છે:

સમિતિઓ વિષે સમજીએ:


ઉચ્ચ કક્ષાની સમિતિ

માનનીય મુખ્ય મંત્રીશ્રી ના ચેરપર્સનશીપ હેઠળ એક ઉચ્ચ સ્તર સમિતિ એક્ટ અમલીકરણ સમીક્ષા કરે છે. નાણાં પ્રધાન, મહેસૂલ પ્રધાન, સામાજિક ન્યાય અને અધિકારીતા (આદિજાતિ વિકાસ વિભાગ) મંત્રી, સંસદ સભ્ય અને રાજ્ય વિધાનસભા અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સમિતિના સભ્યો છે.

રાજ્ય કક્ષાની સમિતિ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ( વિકાસ વિભાગ) નો હવાલો ધરાવતા અધિકારીના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની સમિતિ ૧૩ તકેદારી અધિકારીઓ અને ૨ સમાજકલ્યાણ અધિકારીઓના અહેવાલોની સમીક્ષા કરે છે. કમિશનર, આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર એ સુનિશ્ચિત કરે છે કે આ સમિતિની બેઠક દર ત્રિમાસે નિયમિત મળે.

જિલ્લા તકેદારી સમિતિ

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા તકેદારી સમિતિ આ અધિનિયમના અમલની સમીક્ષા કરે છે. આ સમિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલિસ સુપ્રતન્ટેન્ડેન્ટ, સરકારી વકીલ, સાંસદ, વિધાનસભા સદસ્યો અને અગ્રણી સામાજિક કાર્યકરો સભ્ય તરીકે હોય છે. સભ્યના તમામ ૨૬ જિલ્લાઓમાં આ સમિતિઓ રચાઈ છે અને દર ત્રિમાસે તેની બેઠક પ્રયોજાય છે.

તાલુકા કક્ષાની સમિતિઓ

૪૫ તાલુકાઓમાં તાલુકા કક્ષાની સમિતિઓની રચના કરાઈ છે. તેના અધ્યક્ષસ્થાને તાલુકા મામલતદાર છે અને તેના સભ્યોમાં સરકારી વકીલ, પોલિસ ઇન્સપેક્ટર અને તાલુકા પોલિસ સબ ઈન્સપેક્ટર હોય છે.

શહેર કક્ષાની સમિતિ

વડોદરા અને સુરત જેવાં શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં વસતિ છે ત્યાં ગ્રામીણ તકેદારી સમિતિઓની રચના કરવામાં આવી છે. તેના અધ્યક્ષસ્થાને શહેર પોલિસ કમિશનર છે અને તકેદારી અધિકારી, આદિજાતિ વિકાસ વિભાગ આ સમિતિના સભ્યસચિવ છે. આ સમિતિમાં સભ્ય તરીકે બિનસરકારી સંગઠનોના સભ્યોની નિમણૂક જે-તે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીના પરામર્શમાં રહીને કરવામાં આવે છે. સંબંધિત લીંક

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના , કૃષિ વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ


SHARE WITH LOVE
  • 694
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    694
    Shares

Leave a Reply

Your email address will not be published.