મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે સફર કરશે તોતિંગ 191 કરોડના આ સુપર હાઈટેક વિમાનમાં

SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares

બે એન્જીન ધરાવતા આ વિમાનનું નામ ‘Bombardier Challenger 650‘ છે જે 2 અઠવાડિયામાં ગુજરાત સરકારને મળી જશે. તેને લગતી તમામ ઔપચારિકતાઓ સમાપ્ત થઇ ગઈ છે.  

આ વિમાન 12 મુસાફરોને લઇ જઈ શકશે. તેની ઉડવાની રેન્જ 7000 કિમી છે જે હાલ વપરાતા છેલ્લા 20 વર્ષથી વપરાતા ‘Beechcraft Super King’ કરતા ઘણી વધુ છે. ‘Beechcraft Super King’ ફક્ત 9 પ્રવાસીઓની મુસાફરી કરાવે છે. આ વિમાન 870 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. 

હવામાં ઉડવા માટે લાગશે હજુ 2 મહિના 

સિવિલ એવિએશનના ડિરેક્ટરે જણાવ્યું છે કે આ વિમાનને હજુ કસ્ટમ્સ, DGCA અને અન્ય ઓથરીટી પાસેથી અલગ અલગ પરવાનગીઓ અને પ્રમાણપત્ર લેવા પડશે જેમાં 2 મહિના લાગશે.

તેમણે જણાવ્યું હતું કે નવું વિમાન VIPને ચીન સુધીના દેશોનો પ્રવાસ કરાવી શકશે. 

કેમ ખરીદ્યું નવું એરોપ્લેન?

તેમણે એ પણ જણાવ્યું હતું જુના વિમાનની ઓછી રેન્જના કારણે CMએ બીજા દેશમાં સફર કરવા માટે પ્રાઇવેટ જેટ ભાડે લેવા પડતા હતા જેમનો ભાવ એક કલાકના 1 લાખ રૂપિયા અથવા તેથી પણ વધુ હતો. 

આ ઉપરાંત જુના વિમાનની ક્ષમતા 9 પ્રવાસીઓની હતી પણ હકીકતમાં ફક્ત 4 થી 5 પ્રવાસીઓ જ પ્રવાસ કરી શકતા કારણકે વિમાને સાથે વધારાનું બળતણ રાખવું પડતું હતું.

વારંવાર રિફ્યુઅલિંગના કારણે જુના વિમાનમાં અમદાવાદથી ગુવાહાટી જવા માટે 5 કલાકનો સમય જતો હતો જયારે નવા વિમાનમાં આ અંતર 2 કલાકમાં કાપી શકાશે. 


SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares

Leave a Reply

Your email address will not be published.