વિધાનસભામાં રજૂ થયેલા ગોધરાકાંડ રિપોર્ટમાં શું હતું? આ રહ્યા મુખ્ય 15 મુદ્દા

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

આજે ગુજરાતના ઈતિહાસમાં કાળા પ્રકરણ તરીકે લોહીની શાહીથી લખાયેલ ગોધરાકાંડ મામલે જસ્ટીસ નાણાવટી તપાસ પંચનો બીજો ભાગ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સ્વ. હરેન પંડ્યા, સ્વ. અશોક ભટ્ટ, ભરત બારોટને ક્લીન ચીટ આપવામાં આવી હતી તે સાથે જ બીજા પણ કેટલાક મહત્વના મુદ્દા જાહેર કરવામાં આવ્યા હતા.

5000 પાનાનો નાણાવટી પંચનો અહેવાલ વિસ્તૃત વાંચવો ઘણો અઘરો છે પરંતુ ટુંકમાં અહેવાલનો સાર સમજવો હોય તો વાંચો આ પંદર પોઈન્ટ 

 1. ગોધરા હત્યાકાંડ બાદ થયેલા રમખાણ પૂર્વ આયોજિત કાવતરું ન હતું
 2. ગોધરાકાંડ તોફાનમાં કોઈ રાજકીય આગેવાનની સંડોવણી નહીં
 3. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સ્વ. હરેન પંડ્યા, સ્વ. અશોક ભટ્ટ, ભરત બારોટને ક્લીન ચીટ
 4. નરેન્દ્ર મોદીની છબી બગાડવા કાવતરું રચાયું હોવાનો રિપોર્ટ
 5. અમરસિંહ ચૌધરીના સરકાર પરના આક્ષેપ ખોટા પુરવાર થયા
 6. ત્રણ પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક 
 7. સંજીવ ભટ્ટ, આર.બી. શ્રીકુમાર, રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક
 8. રાજ્યમાં તોફાનો વધે નહીં તે માટે તત્કાલિન CMએ કામગીરી કરી હતી
 9. ગોધરાકાંડ બાદ તાત્કાલિક સરકારે પગલા લીધા હતા 
 10. અધિકારીઓની બદલીના આક્ષેપને પણ રિપોર્ટમાં નકારવામાં આવ્યા
 11. સમગ્ર રિપોર્ટમાં 44 હજાર એફિડેવીટ સામેલ
 12. 468 પોલીસ અધિકારીઓની પણ એફિડેવિટ
 13. ગુજરાતને બદનામ કરવા માટે NGOએ કામ કર્યું
 14. જન સંઘર્ષ મંચ, તિસ્તા સેતલવાડની NGOએ બદનામ કરવા કામ કર્યું
 15. નરોડા પાટિયા અને નરોડા ગામની ઘટનાનો રિપોર્ટમાં ઉલ્લેખ નહીં

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares