ગુજરાતની પાંચ GIDC પોલ્યુટેડ જાહેર, આ રાજ્યની જીઆઈડીસી સૌથી વધારે ફેલાવે છે પ્રદૂષણ

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાતની પાંચ GIDCને ક્રિટિકલ પોલ્યુટેડ જાહેર કરી છે. જેમા વડોદરાની જીઆઈડીસી સૌથી વધારે પ્રદૂષણ ફેલાવતી હોવાનું સામે આવ્યુ. એનજીડીના જણાવ્યા પ્રમાણે વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત અને વટવા GIDCમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધ્યુ છે. એનજીટીએ હવા-પાણી અને જમીનના આધારે કરેલા એક અભ્યાસ બાદ GIDCમાં પ્રદૂષણના પ્રમાણની જાહેરાત કરી છે.

GIDCનો સ્કોર ૭૦ ઉપર જાય તો તેને ક્રિટિકલ GIDCમાં મુકવામાં આવે છે. જ્યારે ૬૦થી ૭૦ વચ્ચેના સ્કોર વચ્ચેની GIDCને સિવિયરલી કેટેગરીમાં મુકવામાં આવે છે. GIDCમાં વધી રહેલા પ્રદૂષણ પાછળ જીપીસીબીના અધિકારીઓની આળસુ નીતિ જવાબદાર છે. હવા-પાણી અને જમીનની ગુણવત્તાની ચકાસણી કરવા જીપીસીબી નિષ્ફળ રહ્યુ છે. સતત સીપીસીબીના નિયમ અને સૂચનનુ અનાદર કરવામાં આવે છે. જેથી રાજ્યની વિવિધ GIDCમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યુ છે.


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

Leave a Reply

Your email address will not be published.