આદિવાસી વિસ્તાર ભાજપા માટે બન્યું યુદ્ધ નું મેદાન ગુજરાત લોકસભા ૨૦૧૯

SHARE WITH LOVE
 • 387
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  387
  Shares

વિસ્તાર ભાજપા માટે બન્યું યુદ્ધ નું મેદાન ગુજરાત લોકસભા ૨૦૧૯

ગુજરાત ચૂંટણી: આદિવાસીઓ અને દલિતો દ્વારા  ભાજપને હાથ તાલી આપવાની શક્યતા છે

ગુજરાતમાં ભાજપ તેના ઘઢ થી  સખત યુદ્ધ તરફ વધી રહ્યું છે, અને દલિત મત બેંક પક્ષને બચાવશે નહિ.

પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સૂચવે છે કે કોંગ્રેસ ભાજપને સખત લડત આપી રહી છે,

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જયારે ગાંધીનગર માંથી દાવેદારી કરી છે અને ભાજપા ના ગુજરાત ના પ્રભારી તરીકે ઓમ પ્રકાશ માથુર પાસે ગુજરાત ની જવાબદારી છે, ગુજરાત ના મુખ્ય મત્રી વિજય રૂપાણી અને ભાજપા ગુજરાત પ્રમુખ જીતું વાઘાણી છે. ત્યારે વિસ્તાર ની ઘણી સીટો પર ભાજપાને નુકસાની થવાની સંભાવના વધી છે.

આદિવાસી ઉપર બીજેપી 2014ના લોકસભાના ઇલેક્શનમાં યુદ્ધ જીત્યું હતું, પરંતુ શું 2019 માં જીતશે?

શું હતા 2014 ના પરિબળો ?

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મતદાતા પાટીદાર દ્વારા સરકારી નોકરીઓમાં અનામતની માંગણી માટે પાટીદાર સમાજ શેરીઓમાં ઉતરી આવ્યા હતા આંદોલનના લીધે ભારતીય જનતા પાર્ટી આદિવાસી ઓબીસી નો વિશ્વાસ જીતવા માટે સક્ષમ રહી હતી.

સાથે સાથે૨૦૧૪ માં ઘણા બધા આદિવાસી ને લગતા કાર્ય પૂર્ણ થયા હતા.

શું છે ૨૦૧૯ ના પરિબળો ?

એ વાત સાચી છે કે આદિજાતી વિસ્તારોમાં ભાજપા પક્ષ 2014 માં સારી સ્થિતિમાં હતો પરંતુ યુનિયન અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસીઓ માટે જે પગલા અને કામ કરવામાં આવ્યા છે એનાથી અત્યારે પરિસ્થિતિ ઘણી બદલાઈ છે એ દેખાઈ આવે છે. અને આદિવાસી સમાજ કોગ્રેસ તરફ નું વલણ કરતો દેખાય છે

ભાજપા અને મોદીની કેન્દ્ર સરકાર દ્વારા SC/ST ACT ને કમજોર કરવાનું અને નાબૂદ કરવાનો પ્રયત્ન થયો હતો એને લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન થયા હતા એની અસર આદિવાસી સમાજમાં ભાજપાના પ્રદર્શન પર અસર કરશે.

અત્યારે જ આવેલા ફોરેસ્ટ એક્ટ  ચુકાદાથી લાખો આદિવાસી લોકો ઘરવિહોણા થઈ રહ્યા છે અને લાખો આદિવાસી એ આ સુપ્રીમ ના ચુકાદાનો વિરોધ કર્યો છે, ભાજપા સરકાર દ્વાર વકીલ પણ આદિવાસીના હિતમાટે હાજર રખાયો નહતો. દેશના આદિવાસી સમાજ લોકસભાના ઇલેક્શનમાં શું આ બધું ભૂલી જશે ?

સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા માં વિવિધ રાજ્યોના ભવન બનાવવા માટે આદિવાસીઓની જમીન ના સંપાદનનો મુદ્દો, ભારત માલા પ્રોજેક્ટ, નેશનલ કોરિડોર, ભારત માળા પ્રોજેક્ટ, આદિવાસી વિસ્તારોમાં અને આદિવાસી ની જમીનમાં ચાલી રહેલા ખનનો, આદિવાસી ના ખોટા પ્રમાણ પત્રો જેવા અનેક મુદ્દા છે જે ના પર ગુજરાત ની ભાજપા સરકાર કામ કરી સકી નથી અને આદિવાસીની જમીનોનો ખોટી રીતે બેફામ ઉપયોગ થય રહ્યો છે આદિવાસી સમાજ નું સાંભળવા વાળું ગુજરાત ની ભાજપા સરકાર માં કોય નથી તો પછી શા માટે આદિવાસી સમાજ ભાજપા તરફી રેહશે? એવી ચર્ચા આદિવાસી સમાજ માં ચાલી રહી છે ..

આદિવાસી સમાજ 2019 માં ભાજપા પર કેટલો વિશ્વાસ મુકશે કે કોગ્રેસ પર તે આવનાર સમય માં જોવું રહ્યું.


SHARE WITH LOVE
 • 387
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  387
  Shares

Leave a Reply

Your email address will not be published.