રાજકોટમાં સંવિધાન બચાવો દેશ બચાવો રેલી પૂર્વે હાર્દિક-જીગ્નેશ-કનૈયા ની પ્રેસ,જાણો શુ કહ્યું

SHARE WITH LOVE
  • 72
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    72
    Shares

રાજકોટમાં સંવિધાન બચાવો દેશ બચાવો રેલી પેહલા હાર્દિક-જીગ્નેશ-કનૈયા ની પ્રેસ,જાણો શુ કહ્યું

સંવિધાન બચાવો દેશ બચાવોના નારા સાથે આજે રાજકોટમાં પાટીદાર અને ખેડૂતો ના યુવા નેતા હાર્દિક પટેલ ,દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,અને જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કનૈયા કુમાર ની રેલી છે ત્યારે આ રેલી પહેલા ત્રણેય યુવાનો એ પત્રકાર પરિષદ કરી ને સરકાર પર નિશાન તાક્યુ હતુ.આજે રાજકોટમાં સંવિધાન બચાવો દેશ બચાવો ના નારા સાથે રેલી નીકળશે.

હું ભારત માતા કી જય અને જય હિન્દ પણ બોલું છું: કનૈયા કુમાર

રેલી પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કનૈયાકુમારે જણાવ્યું હતું કે, મોદી ખાઇ પણ રહ્યા છે અને અનિલ અંબાણીને ખવડાવી પણ રહ્યા છે. મને દેશદ્રોહી કહે છે પણ મારો ભાઇ સીઆરપીએફમાં જવાન હતો અને શહીદ થયો હતો. મોદીને ચેલેન્જ છે કે મારા પરનો આરોપ સાબિત કરી બતાવે. મોદીને ઉદ્દેશીને કહ્યું હતું કે, આપ જાનેવાલે હૈ અચ્છે દિન આનેવાલે હૈ. વધુમાં કનૈયા એ કહ્યું કે, મેં દેશ વિરોધી નારા લગાવ્યા હોત તો જેલમાં હોત. જય જવાન, જય કિસાન, જય સંવિધાનના નારા સાથે રેલીનું આયોજન કરીએ છીએ. મારી માતા આંગણવાડીમાં કામ કરે છે. મારા પર આરોપ છે, દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી જેમાં દિલ્હી સરકારની મંજૂરી લીધી ન હતી. પ્રધાનમંત્રીને સવાલ કરીએ તો તેની આસપાસના લોકો કહે છે કે સવાલ કેમ કરો છો ગાયબ કરી દેશું. વિરોધ કરવો હોય તે વિરોધ કરે અમે ડરવાના નથી.

મોદી પર આકરા પ્રહાર કરતા કનૈયા કુમારે જણાવ્યું હતું કે, અનિલ અંબાણીનું પીઠબળ છે છતાં તેઓ અમારાથી ડરે છે. અમારી પાસે કોઇ પીઠબળ નથી છતાં અમે લડીએ છીએ. અમે તમારી 56 ઇંચની છાતી માપી નથી. જો 56 ઇંચની છાતી હોય તો મને જેલમાં કેમ નથી ધકેલતા. મારી ઘરે સીબીઆઇ, ઇન્કમટેક્સ મોકલી દો તમારાથી એ ડરશે જે તમારી ચોરીમાં ભાગીદાર હોય. અમે કાચા મકાનમાં રહીએ છીએ. દેશનો મતલબ પ્રધાનમંત્રી નથી, મોદી નથી, દેશનો મતલબ સવાસો કરોડ દેશવાસીઓ છે. હું ભારતમાતાની જય પણ બોલું છું, જય હિન્દ પણ બોલું છું

હું ચૂંટણી ચોક્કસ લડીશ 2019 માં લડું કે નહીં તે નક્કી નહિ: હાર્દિક પટેલ

પ્રેસ દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે, હું ચૂંટણી લડીશ પણ ક્યાંથી લડીશ તે હવે જણાવીશ. 2019માં લડું કે નહીં તે નક્કી નહીં પણ ચૂંટણી લડીશ એ ચોક્કસ છે. કનૈયા દેશદ્રોહી, હાર્દિક દેશદ્રોહી કહેવામાં આવે છે પણ હજુ સુધી કોર્ટ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી રેલી કરવાનો અધિકાર છે પણ આ રેલી માટે પોલીસે પણ કચાસ રાખી છે. વિરોધ કરનાર માટે અમે અલગ વ્યવસ્થા કરી આપીશું. બંધારણ બચાવવા માટેની વાત કરીએ છીએ ત્યારે વિરોધીઓ વિરોધ કરે છે.દલિત નેતા જીગ્નેશ મેવાણી એ કહ્યું કે હું લોકસભા ની ચૂંટણી નહિ લડુ.

આજે રાજકોટ માં સંવિધાન બચાવ દેશ રેલી આજે સાડા ત્રણ વાગ્યે રાજકોટ ના હોસ્પિટલ ચોક થી શરૂ થશે. ઇન્દ્રનીલ ફોર યુ અને રાષ્ટ્રવાદી યુવા મંચ આયોજિત સંવિધાન બચાવો દેશ બચાવો રેલી આ પાટીદાર અને ખેડૂત ના યુવા નેતા હાર્દિક પટેલ,દલિત નેતા જીગ્નેશ મેવાણી,કનૈયા કુમાર,પ્રવીણ રામ,ગોપાલ ઇટાલિયા સહિત ના નેતાઓ જોડાશે.આ રેલી શાસ્ત્રી મેદાને પહોંચી ને સભા માં ફેલવાશે.


SHARE WITH LOVE
  • 72
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    72
    Shares

Leave a Reply

Your email address will not be published.