ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઇ સરકારે કરી આ જાહેરાત

SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

રાજ્યમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. મેઘ મહેરના કારણે ગુજરાતના નદી, તળાવ અને ડેમ છલકાઈ ગયા છે. આ વર્ષે સિઝનનો કુલ 138% કરતા વધારે વરસાદ વરસી ચુક્યો છે અને હજુ પણ રાજ્ય પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે કેટલીક જગ્યા પર ભારે તો કેટલીક જગ્યા પર હળવો વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ખેડૂતોએ નવરાત્રિ પહેલા પોતાના ખેતરમાં મગફળી અને કપાસ જેવા પાકની વાવણી પર કરી હતી, પરંતુ સતત વરસતા વરસાદના કારણે ખેડૂતો પોતાના પાક નિષ્ફળ થવાની આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોની ચિંતાનું કારણ એ છે કે, મગફળીનો છોડ વધારે સમય પાણીમાં રહેતા તેનો વિકાસ અટકી જાય છે અને પછી મગફળીના છોડ પર ફૂગ લાગી જાય છે. ખેડૂતોની મુંઝવણ જોઈને કૃષિમંત્રી આર. સી. ફળદુએ વીમા કંપનીઓને ખેડૂતોનો સર્વે કરીને વળતર ચુકવવાનું સુચન કર્યું છે.

કૃષિમંત્રી આર. સી. ફળદુએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 128% વધારે વરસાદ ગુજરાતના તમામ ક્ષેત્રમાં થયો છે. એ વાત સાચી છે કે, કેટલા વિસ્તારમાં ભિનવર્ષ જેવી સ્થિતિ ઉત્પન થઇ છે. અમારા કૃષિ વિભાગ દ્વારા તેના સર્વેની કામગીરી ચાલી રહી છે. મોટાભાગે ચાર વીમા કંપનીઓ છે, તે ચારેય કંપનીઓને સુચના કરવામાં આવી છે કે, ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ થઇ છે. તેથી ખેડૂતોના ખરીફ પાક પર તેની માઠી અસર થઇ છે. આ સંજોગોમાં જે ખેડૂતોએ પાક વીમાના પ્રીમિયમ ભર્યા છે, તે તમામ ખેડૂતોનો સર્વે કરીને ખેડૂતોને વહેલામાં વહેલી તકે ચૂકવણી કરવામાં આવે.


SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

Leave a Reply

Your email address will not be published.