ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો, ખેડૂતોમાં ખુશીનો માહોલ?

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. પાણીની વધારે આવક થવાના કારણે સરદાર સરોવર ડેમની સપાટી આ વર્ષે 122.30 મીટર સુધી પહોંચી છે. છેલ્લા 24 કલાકના સમય ગાળા દરમિયાન ડેમની જળ સપાટીમાં 30 સેમીનો વધારો થયો છે. ડેમમાં પાણીની સપાટી વધવાના કારણે એક વર્ષ પછી ફરી એકવાર વીજ ઉત્પાદન શરૂ થયું છે. ડેમમાંથી CHPHનું એક ટર્બાઈન શરૂ છે અને બે ટર્બાઈન બંધ કરાયા છે.

સરદાર સરોવર ડેમની સપાટી વધવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, ડેમમાંથી હાલમાં ખેડૂતોને સિંચાઈ માટે 5162 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોને મોટો ફાયદો થશે. ભારે વરસાદના કારણે ડેમમાં 23132 કયુસેક પાણીની આવક અત્યાર સુધીમાં થઇ છે. સતત બે વર્ષ વરસાદ ઓછો રહ્યા પછી આ વર્ષે મધ્યપ્રદેશમાં ભારે વારસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટી 122.30 મીટરને પાર કરી ચુકી છે. જે ખેડૂતો માટે એક આનંદના સમાચાર પણ કહી શકાય.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓછો વરસાદ પડવાના કારણે પાણીની તંગી સર્જાઈ હતી. એવામાં સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ગુજરાતના લોકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું હતું. હાલ મધ્ય પ્રદેશની કોંગ્રેસની સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર વચ્ચે નર્મદાના પાણીને લઇને ખેંચતાણ જોવા મળી રહી છે. બંને સરકારના નેતાઓ તરફથી આક્ષેપ-પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂ થયો છે. આમ એક તરફ નર્મદાના પાણીને લઇને રાજકારણ ગરમાઈ રહ્યું છે અને બીજી તરફ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા ગુજરાતના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

Leave a Reply

Your email address will not be published.