હેલમેટ, PUCની તારીખ આગળ વધશે કે નહીં? જાણો વાહન વ્યવહાર મંત્રી ફળદુનો જવાબ

SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

રાજ્યમાં 16 ઓક્ટોબરથી નવા ટ્રાફિકના નિયમનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ નવા ટ્રાફિકના નિયમમાં દંડની રકમમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. જેથી રાજ્યના વાહન ચાલકો તેમને ખૂટતા ડોક્યુમેન્ટ મેળવવા માટે RTOની બહાર લાંબી લાંબી લાઈન લગાવીને ઉભા રહે છે. વાહન ચાલકોની મુશ્કેલી જોઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે વખત વાહન ચાલકોને ખૂટતા ડોક્યુમેન્ટ મેળવી લેવા માટે 15-15 દિવસનો સમય આપ્યો હતો.

1 નવેમ્બરના રોજ આ સમય પૂર્ણ થાય છે અને તે પહેલા જ વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ વાહન ચાલકોને ચેતવી દીધા છે અને તમામ વાહન ચાલકોને 1 નવેમ્બરથી ટ્રાફિકના નિયમનું પાલન કરવાની અપીલ કરી છે. એટલે કે હવે PUC અને હેલમેટ વગરના વાહનચાલકોને રાહત આપવાની તારીખમાં વધારો થશે નહીં.

વાહન વ્યવહારમંત્રી આર. સી. ફળદુએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બાબતે બે વખત ગુજરાતના તમામ લોકોને 15-15 દિવસની મુદ્દત આપી છે. હવે ભારત સરકારે જે નિર્ણય લીધો છે તેનું આવનારા દિવસોમાં પાલન કરવું જોઈએ. આપણા માટે માનવી અગત્યનો છે. માર્ગ અકસ્માતમાં માનવી માર્યો જાય અને તેના પરિવારજનો નોંધારા બની જતા હોય એ પીડા કોઈ કાળે આપણને પોસાય તેવી નથી. એટલા માટે જે લોકોને ટુ-વ્હીલર ચલાવે છે, તેમને હેલમેટ પહેરવો ફરજીયાત છે.

વાહન વ્યવહારમંત્રી આર. સી. ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે આ નિર્ણય માનવીની અગત્યતાને ધ્યાને લઇને લીધો છે એટલા માટે ગુજરાતના સૌ ભાઈઓને મારી નમ્ર પ્રાથના છે કે, 1 નવેમ્બરથી તમામ લોકો હેલમેટના નિયમનું પાલન કરે અને પોતાના વાહનમાં જરૂરી જે કઈ પરવાનગી લેવાની હોય, PUC, લાઈસન્સની જે પ્રવૃત્તિ કરવાની હોય છે, તે બધું સમયસર પ્રાપ્ત કરીલે.


SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

Leave a Reply

Your email address will not be published.