સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટુરિઝમ પ્રોજેક્ટ રોકવા રાજ્ય સરકારને હાઈકોર્ટનો આદેશ

SHARE WITH LOVE
 • 61
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  61
  Shares

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકના ગામડાઓમાં રહેતા આદિવાસી લોકોને ગુરુવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી હતી. હાઈકોર્ટે જુદા જુદા ટુરિઝમ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પર કોઈ કાર્યવાહી ન કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. કેવડિયામાં સરદાર સરોવર ડેમની નજીક સરદાર પટેલની પ્રતિમા પાસે છ ગામની જમીન સંપાદનના વિરોધમાં કરાયેલી જાહેર હિતની અરજીમાં સુનાવણી કરતા સમયે ચીફ જસ્ટીસ એ.એસ દવે અને જસ્ટીસ બિરેન વેષ્ણવની બેન્ચે આદિવાસીઓને રાહત આપી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા કેવડિયા, વાગડિયા, નવાગામ, લીંબડી, કોઠી અને ગોરા ગામડાઓની જમીન સંપાદિત કરીને સરકાર ત્યાં ટુરિઝમ પ્રોજેક્ટ વિકસાવવા માગે છે. જમીન સંપાદનનું કાર્ય રોકવા સાથે હાઈકોર્ટે ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ને નોટિસ પણ પાઠવી હતી. આ મામલે વધુ સુનાવણી 1લી ઓગસ્ટે થવાની છે.

શહેરના પર્યાવરણ એક્ટિવિસ્ટ મહેશ પંડ્યાએ જમીન સંપાદનના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. પીટિશનમાં મહેશ પંડ્યાએ આક્ષેપ કર્યો હતો કે સરકાર અને SSNNL ‘જમીન સંપાદન અધિનિયમ હેઠળ યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના પ્રવાસન વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરીને’ છ ગામના આદિવાસીઓને કાઢી મૂકવા માગે છે.

પીટિશનમાં દાવો કરાયો છે કે સરદાર સરોવર ડેમ બની રહ્યો હતો ત્યારે 1960માં આ જમીન સરકારે સંપાદિત કરી હતી પરંતુ અધિકારીઓએ તેનો ઉપયોગ ક્યારેય કર્યો નથી. પીટિશન મુજબ, હવે સરકાર અને SSNNL તે જમીન પહેલાથી સંપાદિત થઈ હોવાનું કહીને આદિવાસીઓને અન્ય જગ્યાએ શિફ્ટ થવા કહી રહી છે.

મહેશ પંડ્યાએ દલિલ કરી છે કે સંપાદિત જમીનનો ઉપયોગ ક્યારેય કરાયો નથી અને પાછલા 58 વર્ષથી આ જમીન આદિવાસીઓ પાસે છે ત્યારે સરકાર તેને પાછી ન લઈ શકે. સરકાર અને SSNNL પાસે આ ગામડાઓમાં વધારે જમીન હોવાના કારણે તેઓ આદિવાસીઓને અન્ય જગ્યાએ ખસેડવા ઈચ્છે છે. પરંતુ જમીન સંપાદનમાં વિલંબ થયા બાદ તેમની પાસે આ જમીનની માલિકીની કોઈ હક રહેતો નથી.


SHARE WITH LOVE
 • 61
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  61
  Shares

Leave a Reply

Your email address will not be published.