માનવભક્ષી દીપડાને લઇ વનમંત્રી ગણપત વસાવાએ લોકોને કરી આ અપીલ

SHARE WITH LOVE
 • 2.2K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2.2K
  Shares

સૌરાષ્ટ્રના કેટલાક ગામડાંઓમાં દીપડાઓનો આતંક વધી રહ્યો છે. ક્યારેક દીપડો પાણી વાળી રહેલા ખેડૂતો પર હુમલો કરે છે, તો ક્યારેક સુતેલા લોકોને ઢસડીને દૂર લઇ જઈને ફાડી ખાય છે. દીપડાથી લોકોને પડતી મુશ્કેલીને જોઈને વનમંત્રી દ્વારા માનવભક્ષી દીપડાને ઠાર મારવાના આદેશ આપવામાં આવ્યા છે.

વનમંત્રી ગણપતસિંહ વસવાએ જણાવ્યું હતું કે, 26 ઓક્ટોબર 2019ના રોજ અમે દીપડાઓને શૂટ કરવાના આદેશ પણ કર્યા છે. અમારા જે ડોક્ટરો દીપડાને ગનથી શૂટ કરીને બેભાન કરે છે તેવા છ ડોક્ટરોની ટીમ પણ અમે ત્યાં મોકલાવી છે. પોલીસના મિત્રોની પણ મદદ લેવામાં આવી છે. આઠ જેટલા શાર્પશૂટર વન વિભાગની સાથે કામ કરી રહ્યા છે. દીપડો પકડાશે અથવા તો દેખાશે તો તેને શૂટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં જન જાગૃતિ માટે વન વિભાગ અને અન્ય વિભાગો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે, રાત્રીના સમયે ઘરની બહાર દીપડો ન પકડાય ત્યાં સુધી ન નીકળવું. પોતાના ભોજન માટે બનાવવામાં આવેલો વધેલો ખોરાક બહાર ખુલ્લામાં ન ફેંકવામાં આવે તે પ્રકારની જનજાગૃતિ ત્યાં શરૂ કરી દેવામાં આવી છે.

દીપડાને પકડવા માટે નાઈટ વિઝન વાળા કેમેરાઓ પણ કેટલાક વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે. ડ્રોનના મારફતે પણ દીપડાને શોધવામાં આવી રહ્યો છે. આ વિસ્તારની અંદર જે દીપડા દ્વારા હુમલાઓ થઈ રહ્યા છે તે દીપડો ઝડપથી પકડાય જાય તે માટે રાજ્યનાં મુખ્યમંત્રી પણ સીધુ અમને માર્ગદશન આપી રહ્યા છે અને લોકો પણ અમારા આ અભિયાનમાં જોડાય તેવી અને લોકોને વિનંતી કરી રહ્યા છે.


SHARE WITH LOVE
 • 2.2K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2.2K
  Shares