house scam / આ ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મિલીભગત નીતીનો થયો આક્ષેપ

SHARE WITH LOVE
  • 16
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    16
    Shares

પંચમહાલનાં કાલોલ તાલુકાના મેદાપુર ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મિલીભગત નીતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આવાસ યોજનામાં વંચિત રહેલા અસરગ્રસ્તોની રિ-સર્વે કરવાની માંગ પણ સામે આવી રહી છે.

વાત જાણે એમ છે કે, કાલોલ તાલુકાના મેદાપુર ગૃપ પંચાયતમાં સમાવેશ એવા અલીન્દ્રા ગામના મનુભાઈ ખાતુભાઈ પરમાર સહિત અનેક અસરગ્રસ્તોએ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆત મુજબ મેદાપુર પંચાયતમાં તાજેતરમાં ૧૮૦ જેટલા વ્યક્તિઓના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મકાનો મંજૂર કરવામાં આવ્યા છે.

પરંતુ તેની વિરુદ્ધ પંચાયતના વહીવટદારોની મિલીભગત નીતીને કારણે ૪૪૦ જેટલા જરૂરીયાતમંદ અસરગ્રસ્તો આવાસ યોજનાના લાભથી વંચિત રહી ગયા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે મેદાપુર પંચાયતના તલાટી કમ મંત્રી, સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા પોતાની મરજી મુજબ પોતાના ઓળખીતા અને અંગત લોકોને આવાસ યોજનાનો પહેલો લાભ આપી દીધો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

રજુઆત મુજબ સ્થાનિક ડેપ્યુટી સરપંચને પોતાનું પાકું ધાબાવાળું મકાન હોવા છતાં પણ પોતાની પત્નીને નામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર કરાવી દેવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર રજૂઆતમાં જે જરૂરીયાતમંદો ખરેખર કાચા મકાનો અને ઝુંપડા ધરાવે છે એવા અનેક લોકોની અવગણના કરીને વહીવટદારોની મરજી મુજબ ઘણા પાકા મકાનો ધરાવતા લોકોને લાભ આપી ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને અન્યાય કરવા સામે વીસ જેટલા લોકોએ સહીઓ કરી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી સરકારી લાભના હકદાર એવા વંચિત બનેલા જરૂરીયાતમંદ લોકોને લાભ આપવા માટે આવાસ યોજના અંગે પુનઃ સર્વે કરવામાં આવે તેવી લોકમાંગ કરી હતી.

આ રજુઆત સંદર્ભે મેદાપુર ગૃપ પંચાયતમાં હાલમાં મહિલા સરપંચ (ગામ-જેતપુર) છે પરંતુ મહિલા સરપંચના પતિ વહીવટ કરે છે, જ્યારે ડેપ્યુટી સરપંચ વિજયભાઈ ચાવડા (ગામ-અલીન્દ્રા) છે, જેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓમાં પાકું મકાન ધરાવતા ડેપ્યુટી સરપંચની પત્ની રંજનબેન વિજયભાઈ ચાવડાના નામનું પણ આવાસ મંજૂર થતા પંચાયતની આવાસ યોજનામાં સમગ્ર મીલીભગત નીતિનો પર્દાફાશ પ્રકાશમાં આવ્યો હતો.

source


SHARE WITH LOVE
  • 16
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    16
    Shares