કેવી રીતે ભણશે ગુજરાત? સરકારી સ્કૂલો બંધ થવા મુદ્દે ગાંધીનગરમાં ઉગ્ર આંદોલનની ચીમકી

SHARE WITH LOVE
 • 285
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  285
  Shares

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાલતી સરકારી શાળાઓ પૈકી લગભગ 6000 શાળાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેના પ્રત્યાઘાત રૂપે હવે લોકો રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ભરૂચથી સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું હતું અને હવે કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યએ પણ સરકારી સ્કૂલો બંધ થવા મુદ્દે ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

રાજય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં સુવિધા અને ગુણવત્તાનું સ્તર સુધારવાની જગ્યાએ શાળાઓ જ બંધ કરી દેવાના નિર્ણયથી હવે ગ્રામીણ-આદિવાસી વિસ્તારોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે શહેરોમાં દર 5 ચો.કિમી વિસ્તારમાં એક સ્કૂલ આવેલી હોય છે. જેથી બાળકોને ભણવા માટે સ્કૂલની સુવિધા મુદ્દે કોઈ તકલીફ થતી નથી, પરંતુ સરકાર હવે જે 6000 જેટલી સ્કૂલો બંધ કરશે, જે મોટેભાગે આદિવાસી બહુમૂલ્ય વિસ્તારોમાં છે. આથી ત્યાં વસતા આદિવાસી બાળકો ક્યાં ભણવા જશે? એ એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે.

આજે નવસારી જિલ્લાના ચિખલીમાં સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલ દ્વારા “શિક્ષણ અમારા ગામમાં જ લઈશું અને શિક્ષણ અમારો અધિકાર છે” એ મુદ્દે સરકારી શાળાઓ બંધ થવાના નિર્ણય વિરૂદ્ધ લોક રેલીનું આયોજન કર્યું હતું.

ધારાસભ્ય અનંત પટેલે ગુજરાત એક્સક્લુઝિવને જણાવ્યુ હતું કે આજે શાળાઑ બંધ થવાના વિરોધમાં અમે રેલી રાખી હતી કારણ કે સરકારનો આ નિર્ણય તદ્દન ખોટો છે. આ નિર્ણયથી અમારા જિલ્લામાં જ 159 શાળાઑ બંધ કરી દેવામાં આવશે, તો બાળકો ભણવા ક્યાં જશે એટ્લે અમારી માંગણી છે કે અમને અમારા ગામમાં જ શિક્ષણ આપો કારણ કે શિક્ષણ અમારો હક છે.

અનંત પટેલે જણાવ્યુ કે સરકાર આ નિર્ણય પરત નહિ લે તો આવનાર સમયમાં અમે આદિવાસી ધારાસભ્યો આ મુદ્દે મિટિંગ કરી ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરીશું અને આ મુદ્દે હું વિધાનસભાના આવનાર સત્રમાં પ્રશ્ન ઉપસ્થિત કરીશ.

ગુજરાત સરકારે 15મી નવેમ્બરે જાહેરાત કરી હતી કે, 30થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી લગભગ 6000 જેટલી શાળાઓ બંધ કરવામાં આવશે, પરંતુ ગુજરાત સરકારે વાતનું ચિંતન ક્યારેય કર્યું નથી કે શાળા પ્રવેશોત્સ અને ગુણોત્સવ જેવા તાયફા કર્યા સિવાય ગુણવત્તા અને સુવિધાસભર શિક્ષણ આપવામાં આવે, તો બાળકો સરકારી શાળા છોડીને ખાનગી શાળા તરફ ના જાય.


SHARE WITH LOVE
 • 285
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  285
  Shares

Leave a Reply

Your email address will not be published.