જો ભારત ફાઇનલમાં નહીં જીતે તો 5 સેન્ચ્યૂરીનું મૂલ્ય કઈ જ નથીઃ રોહિત શર્મા

SHARE WITH LOVE
 • 157
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  157
  Shares

ICC વર્લ્ડ કપમાં રોહિત શર્માએ એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને તોડવા કોઈ બેટ્સમેન માટે મુશ્કેલ હશે. શ્રીલંકા વિરુદ્ધ રોહિતે શનિવારે એટલે કે 6 જુલાઈએ રમાયેલી મેચમાં 103 રન માર્યા હતા, જે આ વર્લ્ડ કપમાં તેની પાંચમી સદી હતી. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સેન્ચ્યૂરીનો રેકોર્ડ હવે રોહિત શર્માના નામે છે, આ અગાઉ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારના નામે આ રેકોર્ડ હતો, જેણે એક વર્લ્ડ કપમાં 4 સેન્ચ્યૂરી મારી હતી. રોહિતે મેચ બાદ કેટલીક એવી વાતે કહી, જે સાબિત કરે છે કે, તે રેકોર્ડ માટે નહીં પરંતુ ટીમ માટે રમે છે.

આ મેચમાં મેન ઓફ ધ મેચ બન્યા બાદ રોહિતે કહ્યું કે, દરેક દિવસ ક્રિકેટમાં નવો દિવસ હોય છે, હું જ્યારે રમવા જાઉં છું, તો એ માઈન્ટસેટ સાથે જાઉં છું કે, જાણે આ અગાઉ હું કોઈ મેચ રમ્યો જ નથી, કોઈ સેન્ચ્યૂરી મારી જ નથી. રોહિતને મેચ બાદ પૂછવામાં આવ્યું કે, શું તે આ 5 સેન્ચ્યૂરીને પોતાની ડબલ સેન્ચ્યૂરીની ઉપર રાખશે, તો તેણે જવાબમાં કહ્યું હતું કે, જો અમે વર્લ્ડ કપ જીતી જઈશું તો હાં, અને જો નહીં જીતશું તો હું એવું ના કરી શકીશ. કારણ કે વર્લ્ડ કપ જીતો સૌથી વધુ જરૂરી છે.

રોહિતે વધુમાં કહ્યું હતું કે, ક્રિકેટર તરીકે અમારું કામ છે, કે અમે અમારી જવાબદારીઓને નિભાવીએ. આપણે બધા જ વર્લ્ડ કપની રાહ જોતા હોઈએ છીએ, અમારું કામ છે ફાયનલમાં પહોંચવું અને ત્યાં જીતવું. પરંતુ જ્યાં સુધી એવું ના થાય, ત્યાં સુધી તમે ગમે તેટલા રન બનાવો, ગમે તેટલી સેન્ચ્યૂરી બનાવો, તેમને સંતોષ નથી મળતો. સેમિફાયનલમાં ભારતની ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ મેનચેસ્ટરમાં 9 જુલાઈએ રમાશે.


SHARE WITH LOVE
 • 157
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  157
  Shares

Leave a Reply

Your email address will not be published.