ગુજરાતમાં વાહન ચાલકોને દંડ કરી 5 વર્ષમાં સરકારે કરી આટલા કરોડની કમાણી?

SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

ગુજરાતમાં વાહનો ચાલકો દર વર્ષે ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી રહ્યા છે. લોકો મહેનત કરીને એક-એક રૂપિયો કમાય છે અને ગુજરાતની પોલીસ દ્બારા સમયાંતરે રસ્તા પર અલગ અલગ જગ્યાઓ પર ઊભા રહીને વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડની વસુલાત કરવામાં આવે છે. વાહન ચાલક પર અલગ-અલગ નિયમ ભંગની કલમો લગાડીને તેની પાસેથી સ્થળ પર જ 100 રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીના દંડની વસુલાત કરવામાં આવે છે. તો કેટલીકવાર વાહન ચાલકનું વાહન પણ ડીટેઈન કરવામાં આવે છે. વાહન ચાલકોની આ દંડની રકમ સરકાર માટે એક પૈસા કમાવવાનું સાધન બની ગઈ છે. કારણ કે, છેલ્લા પાંચ વર્ષમાં વાહન ચાલકોના દંડના કરોડો રૂપિયાથી સરકારની તિજોરી ભરાઈ રહી છે.

એક રીપોર્ટ અનુસાર, વાહન ચાલકોને કરવામાં આવતા દંડથી સરકારને કરોડો રૂપિયાની આવક થતી હોવાનું ખુદ સરકાર દ્વારા વિધાનસભામાં કબૂલ કરવામાં આવ્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન સરકારે રજૂ કરેલા આંકડાઓ અનુસાર, છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન વાહન ચાલકો પાસેથી કુલ 1,323 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. આ રકમથી સરકાર એક દિવસની 73 લાખ, એક મહિનામાં 22 કરોડ, એક વર્ષમાં 264 કરોડ રૂપિયાની આવક કરી રહી છે. વાહન ચાલકો સામે થયેલા કેસની વાત કરવામાં આવે તો પાંચ વર્ષમાં 26.61 લાખ વાહન ચાલકો પર કેસ કરવામાં આવ્યા છે અને આટલા વાહન ચાલકો પાસેથી 1,323 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. પોલીસ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 4.66 લાખથી વધુ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે અને 34,359 વાહન ચાલકોના લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. 


SHARE WITH LOVE
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares

Leave a Reply

Your email address will not be published.