સરકારની સ્માર્ટ ક્લાસરૂમની વાતો વચ્ચે આ ગામના બાળકો વૃક્ષ નીચે બેસીને ભણે છે.

SHARE WITH LOVE
 • 33
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  33
  Shares

સરકાર દ્વારા એક તરફ સ્માર્ટ શાળાઓની વાત કરવામાં આવે છે. બાળકોને ડીજીટલ રીતે ભણાવવાની વાતો કરવામાં આવે છે. પરંતુ સરકારની આ બધી વાતો માત્રને માત્ર કાગળ પર જ છે. કારણ કે, એક તરફ સરકારી શાળાઓની હાલાત દિન પ્રતિદિન કથળી રહી છે. કેટલાક ગામમાં તો એવી સરકારી શાળાઓ છે કે, તે ગમે ત્યારે પડી શકે છે અને કેટલાક ગામડાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળાઓ તોડી પાડવામાં આવી છે. પણ નવી બિલ્ડીંગના બાંધકામની શરૂઆત પણ કરવામાં આવી નથી. જેના કારણે બાળકો ઝુપડામાં અથવા તો વૃક્ષ નીચે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે.

આજે અમે એવી પ્રાથમિક શાળાની વાત કરવાના છીએ કે, આ શાળામાં વૃક્ષની નીચે ભણવા માટે મજબૂર બન્યા છે. આ શાળા આવેલી છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી ગામમાં. આ ગામની પ્રાથમિક શાળામાં આસપાસના ગામડાઓમાં બાળકો પણ અભ્યાસ કરવામાં આવે છે. ગામના લોકોના પોતાના બાળકોના ભવિષ્ય માટે તેમને શાળાઓ તો નિયમિત મોકલે છે. પણ ચોમાસામાં તેમના બાળકની કેવી હાલત થતી હશે અને કેવી પરિસ્થિતિમાં ભણતા હશે. તેની ચિંતા વાલીઓને સતાવી રહી છે. જેના કારણે વરસાદ શરૂ થતાની સાથે વાલીઓ બાળકોને શાળાએથી ઘરે લઈ જાય છે.

વાલીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચોમાસું હોય કે, ઉનાળાની ગરમી હોય બાળકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વાર અમે લેખિતમાં અરજીઓ આપી છે. જિલ્લામાં જાણ કરી છે. TDOને અરજી આપી છે. પણ કોઈ અમારી વાત સાંભળવા માટે તૈયાર નથી. કારણ કે, વધારે વરસાદ હોય તો અમારે અમારા છોકરાઓને ઘર લઇ જવા પડે છે.

બાળકોને ભણવામાં મુશ્કેલી પડવાનું કારણ એક છે કે, શાળામાં આવેલા નવ જેટલા વર્ગખંડની હાલત જર્જરિત છે. દીવાલોમાં તિરાડો પડી ગઈ છે અને શાળાની છત ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિમાં છે. આ શાળામાં 290 વિદ્યાથીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષીથી શાળાના નવ ઓરડાને ભય જનક ગણાવી તેને બંધ કરી દેવામાં આવ્યા છે. ત્રણ વર્ષથી વર્ગખંડનો કાટમાળ ઉતારી લેવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સરકારી અધિકારીઓને આ ઉતારી લેવાનો ટાઈમ મળ્યો નથી. જેના કારણે આ શાળાના બાળકો શિયાળો, ઉનાળો અને ચોમાસામાં શાળાની બહારના મેદાનમાં ભણવા માટે મજબૂર બન્યા છે.


SHARE WITH LOVE
 • 33
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  33
  Shares

Leave a Reply

Your email address will not be published.