સમગ્ર દેશ અને દુનિયામાં જોખમમાં છે આદિવાસી સમુદાય

SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

ભૂખમરાને કારણે આદિવાસીઓના વિસ્તારો નષ્ટ થતા જાય છે. કાર્યકર્તાઓએ ચેતવણી આપી છે કે, દુનિયામાં હવે માનવીય વિવિધતા ખતમ થવા જઇ રહી છે. દુનિયાભરમાં રહેતા ૩૭ કરોડ આદિવાસીઓની જાતિ અને જનજાતિ સામે જંગલો કાપવાનો અને વંશજોની જમીનની ચોરીનો સૌથી મોટો પડકાર છે. આદિવાસીઓ ધરતી પરના જૈવ વિવિધતા ધરાવતા વિસ્તારોના સંરક્ષકો છે પરંતુ, મલ્ટિનેશનલ કંપનીઓનો લોભ, હથિયારબંધ વિવાદ અને પર્યાવરણ સંરક્ષણ સંસ્થાનને કારણે આદિવાસીઓના કબિલાઓની આજીવિકા માથે જોખમ તોળાઈ રહ્યું છે. બીજી તરફ ગ્લોબલ વોર્મિંગ સ્થિતિને ખરાબ કરી રહ્યું છે. આદિવાસીઓમાં પણ જુદા જુદા પ્રકારની જ્ઞા।તિઓ હોય છે. સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યા અનુસાર આદિવાસીઓ ૯૦ રાષ્ટ્રમાં ફેલાયેલા છે.

આત્મહત્યાની ટકાવારીમાં પણ આદિવાસીઓની સંખ્યા વધારે

બ્રાઝિલનો ગુઆરાની સમુદાય જેઓ પશુપાલન અને શેરડીની ખેતી કરે છે. તેમની જમીન માટે તેમને બ્રાઝિલના વિસ્તારમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આ સમુદાયમાં અનેક કારણોસર આત્મહત્યાની ટકાવારી સૌથી વધારે છે. આ ઉપરાંત બ્રાઝિલના આદિવાસી વિસ્તારનું વૈવિધ્ય આજે ખતમ થઇ ચૂક્યું છે. પર્યાવરણન સંસ્થાઓ પણ આદિવાસીઓનો વિચાર કર્યા વગર જ કેટલાક વિસ્તારોને સંરક્ષિત વિસ્તાર જાહેર કરી દે છે. મોટા ભાગે આ એ વિસ્તાર હોય છે જ્યાં તેઓ વર્ષોથી વસવાટ કરે છે. આદિવાસીઓના અધિકારને લઈને એશિયામાં પણ વિવાદો થયા છે. જે એશિયામાં દુનિયાની ૭૦ ટકા વસતી વસવાટ કરે છે. મલેશિયાનો બજાઉ લાઉટ ગ્રૂપ બંજારા સમુદાય પોતાની આવક માટે સમુદ્ર પર આધાર રાખે છે.

કેનેડામાં રાષ્ટ્રીય સ્તરે ચર્ચા

ઓસ્ટ્રેલિયામાં આદિવાસી સમુદાય માઓરીની ભાષાને અભ્યાસમાં સ્થાન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આદિવાસીઓની ભાષા શીખી રહ્યા છે.જ્યારે કેનેડામાં આદિવાસી સમુદાય રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે. આ પરથી કહી શકાય કે, સરકારે આદિવાસી સમુદાયો તથા તેની જાતિ-જનજાતિઓનું મહત્ત્વ સ્વીકારવું પડશે.

રેફ્યુજીબની રહ્યા છે આદિવાસીઓ

વર્ષોથી આદિવાસીઓની જમીન પચાવી પાડવાનો ઘટનાક્રમ આજે પણ યથાવત્ રહ્યો છે. ક્યારેક વિવાદ અને હિંસાને કારણે પણ તેમની જમીન જપ્ત કરી લેવામાં આવે છે અને તેઓ રેફ્યુજી બની રહ્યા છે. ઘણી વખત સરકાર આદિવાસી પરિવારોનો વિચાર કર્યા વગર જે તે વિસ્તારમાંથી બંધ કે રસ્તાઓ બનાવવાનું એલાન કરી બેસે છે.મોટા ભાગના કેસમાં આદિવાસીઓને જુદા જ સમુદાયના માનવામાં આવે છે. નીચલા વર્ગના માનવામાં આવે છે. મલ્ટિનેશનલ કંપનીઓ પ્રોજેક્ટ અને વિકાસને નામે આદિવાસીઓની જમીન જપ્ત કરી લે છે.

જીવન શૈલીની સતત ઉપેક્ષા

બંજારા ગ્રૂપ માછલી પકડવાનું કામ કરતા હતા. પણ તે જે સમુદ્ર વિસ્તારમાં માછીમારી કરતા હતા તે વિસ્તાર તંત્રએ મરીન પાર્ક તરીકે જાહેર કરી દીધો. જેના કારણે તેમની ખાણીપીણી સામે પણ પ્રશ્ન ઊભો થયો છે. આદિવાસીઓની જીવન શૈલીની સતત ઉપેક્ષા કરવામાં આવે છે. જેથી કેટલીકવાર ગંભીર સમસ્યાઓ ઉદ્ભવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કોઈ વ્યાખ્યા સ્પષ્ટ થઇ નથી કે આદિવાસી કોને કહેવાય અને આદિવાસીઓમાં કોણ આવે.? વર્ષ ૨૦૦૭માં સંયુક્ત રાષ્ટ્રએ જ્યારે આ વિષયની ચર્ચા કરી ત્યારે આદિવાસી સમુદાય આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડમાં માઓરી સમુદાય ખૂબ સક્રિય થઇ ગયો છે.

,૦૦૦ જુદી જુદી સંસ્કૃતિઓ અને ૪,૦૦૦ ભાષાઓ

દુનિયાભરમાં આદિવાસીઓની ૫,૦૦૦ જુદી જુદી સંસ્કૃતિઓ છે અને ૪,૦૦૦ ભાષાઓ છે. આ વિવિધતાને કારણે અથવા આ જ કારણોસર આ વર્ગ સતત સઘર્ષ કરી રહ્યો છે. પછી તે ઓસ્ટ્રેલિયામાં હોય કે જાપાનમાં, કે પછી બ્રાઝિલમાં. આ સમુદાયનું આયુષ્ય ઓછું થઇ રહ્યું છે. બિનઆદિવાસી સમુદાયોની સરખામણીમાં આરોગ્યલક્ષી સેવાઓ પણ ઓછી પહોંચી રહી છે. દુનિયાની અન્ય વસતીની તુલનામાં માત્ર ૫।ચ ટકા વસ્તી આદિવાસીઓની બચી છે જ્યારે ગરીબીના ક્રમાંકમાં તેમનું સ્થાન ૧૫મું છે. સતત અને સખત જીવન સામે સંઘર્ષ પાછળનું એક કારણ તેમની જમીન છીનવાઇ રહી છે તે છે. દુનિયાભરના આદિવાસીઓ પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે. જેમાં જમીન તેમની આવકનું માધ્યમ હોય છે. આ ઉપરાંત પ્રકૃતિ સાથે પણ તેમનો એક આધ્યાત્મિક સંબંધ હોય છે.

આદિવાસીઓની ભાષાઓ

ભાષાનું નામ            ક્યાં બોલાઇ રહી છે?

જારવા                 દક્ષિણ આંદામાન દ્વીપસમૂહના વિસ્તારમાં

ગ્રેડ અંડમાનિઝ         મધ્ય અને ઉત્તર આંદામાન વિસ્તારોમાં

સેન્ટિનલ               આંદામાન દ્વીપસમૂહ પર

(માત્ર ૫૦ લોકો જ આંદામાન દ્વિપ પર સમજી શકે છે)

ઓન્ગી                  બંગાળની ખાડીની આસપાસના વિસ્તારોમાં

શોમપેન                નિકોબાર દ્વીપસમૂહના વિસ્તારોમાં

લામોગિઝ              નિકોબાર કોંડુલ દ્વીપસમૂહના વિસ્તારોમાં

તારાઓ                 મણિપુરના ચંદેલ અને ઉખરૂલ જિલ્લામાં

પુરમ                   મણિપુરના સેનાપતિ જિલ્લામાં

તંગમ                  અરુણાચલ પ્રદેશ

મ્રા                      અરૂણાચલ પ્રદેશની સુબાનસિરી નદીના વિસ્તારોમાં

ના                      ચીન અને અરુણાચલ પ્રદેશના નજીકના વિસ્તારોમાં

તાઇરોક                આસામના જોરહાટ વિસ્તારોમાં

http://sandesh.com/content/themes/themosis-theme/dist/images/trending.png

SHARE WITH LOVE
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares

Leave a Reply

Your email address will not be published.