આજે સાંજે 6 વાગે થશે નવા મંત્રીઓના શપથ ગ્રહણ, PM મોદીને મળવા પહોંચ્યા નેતા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મોદી સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યે થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 20 થી 22 નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન આપી શકાય છે. જે મંત્રીઓ વધુ પોર્ટફોલિયોના ધરાવે છે, તેમના પોર્ટફોલિયોના ઘટાડી શકાય છે. આ સિવાય મોદીની નવી ટીમમાં તમામ સમીકરણોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, ગોવા, હિમાચલ પ્રદેશ અને પંજાબના 6 રાજ્યોમાં ચૂંટણી છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટ માટે 25થી વધારે દલિત, આદિવાસી, OBC વર્ગ અને પછાત ક્ષેત્રોના જમીની સ્તરે જોડાયેલા નેતાઓની પસંદગી કરી છે. ખૂબ જ સંશોધન અને વિચાર કર્યા બાદ નવા મંત્રીઓનાં નામ નક્કી કરવામાં આવ્યાં છે.

મોદી સરકાર માટે આ વિસ્તરણ ખૂબ જ જરૂરી છે. સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે અને નવા મંત્રીઓ તેમનાં મંત્રાલયોને લગતી બાબતો જોવા માટે યોગ્ય સમયની જરૂર પડશે. આ ઉપરાંત આ કેબિનેટ વિસ્તરણનું અન્ય એક કારણ છે.

આ ઉપરાંત મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ વધુ નેતા કેબિનેટમાં સામેલ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે મંત્રીમંડળમાં પ્રોફેશનલ, મેનેજમેન્ટ, MBA, પ્રોસ્ટ ગ્રેજ્યુએટ સાંસદોને સામેલ કરવામાં આવી રહ્યાં છે. મોટા રાજ્યોને વધુ ભાગીદારી આપવામાં આવશે. બુંદેલખંડ, પૂર્વાંચલ, મરાઠવાડા, કોંકણ જેવા વિસ્તારને ભાગીદારી આપવામાં આવી શકે છે. હાલ કેબિનેટમાં અત્યારે 28 મંત્રી પદ ખાલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થનારા નામોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, નારાયણ રાણે, શાંતનુ ઠાકુર, પશુપતિ પારસ, સુશીલ મોદી, રાજીવ રંજન, સંતોષ કુશવાહા, અનુપ્રિયા પટેલ, વરૂણ ગાંધી, પ્રવીણ નિષાદ મુખ્ય રૂપથી સામેલ છે. આ સિવાય કેટલાક મંત્રીઓને કેબિનેટમાંથી હટાવવામાં આવી શકે છે.

મોદી કેબિનેટમાં મંત્રી બનવાની યાદીમાં આ નામ આગળ

. જ્યોતિરાદિત્ય સિંધિયા
. સર્વાનંદ સોનોવાલ
. નારાયણ રાણે
. શાંતનુ ઠાકુર
. પશુપતિ પારસ
. સુશીલ મોદી
. રાજીવ રંજન
. સંતોષ કુશવાહા
. અનુપ્રિયા પટેલ
. વરુણ ગાંધી
. પ્રવીણ નિષાદ

મોદી સરકારમાં 53 નેતાઓ મંત્રીઓ છે

મોદી સરકારના સાંસદોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ 81 નેતાઓને મંત્રી બનાવી શકાય છે અને હાલ મોદી સરકારમાં 53 નેતાઓ મંત્રીઓ છે એટલે કે કેબિનેટમાં વધુ 28 નેતાઓ માટે હજુ પણ સ્થાન છે. પરંતુ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કેબીનેટ વિસ્તરણમાં 20 થી વધુ નેતાઓને સ્થાન મળશે નહીં અને કેટલાક નેતાઓના મંત્રાલયમાં પણ ફેરફાર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વરિષ્ઠ પ્રધાનો સાથે લાંબી ચર્ચા પણ કરી હતી. આ સિવાય પાર્ટી સ્તરે પણ અનેક બેઠકો સતત યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં કેટલાક દિવસોથી મંત્રીમંડળમાં ફેરબદલના સંકેતો મળી રહ્યા છે.

શપથ અગાઉ RT-PCR તપાસ થશે

કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ટીમે એવી વ્યક્તિનાં નામોની પસંદગી કરી લીધી છે, જેઓ હવે કેન્દ્રીય કેબિનેટમાં નવા ચહેરા તરીકે સામેલ થવા જઈ રહ્યા છે. જોકે આ નામ શપથ મંચ સુધી પહોંચશે કે નહીં એ PM મોદી અને શાહ નહીં, પણ RT-PCR તપાસ નક્કી કરશે. PMની સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે શપથ લેનારા તમામ નેતાઓને શપથ લેતાં પહેલાં પરીક્ષામાંથી પસાર થવાનું રહેશે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •