આતંકી સંગઠન જૈશને કમરતોડ ફટકો, ઘાટીમાં સક્રિય ટોચનો કમાન્ડર ઠાર, આવી રીતે આતંકીને ફસાવાયો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

 • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળોનું જાંબાઝ પરાક્રમ
 • જમ્મુમાં આતંકીઓનો વીણીવીણીને સફાયો
 • જૈશ એ મોહમ્મદના ટોચના કમાન્ડર શામ સોફીને માર્યો ઠાર
 • આતંકી સંગઠન લશ્કર અને જૈશને ઉપરાઉપરી ફટકા

જમ્મુ કાશ્મીરમાં વધી રહેલી આતંકી ઘટનાઓની વચ્ચે સુરક્ષા દળો પૂરા સાબદા થયા છે.
છેલ્લા થોડા સમયથી સુરક્ષા દળો આતંકીઓની ટપોટપ લાશો પાડી રહ્યાં છે. કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકી સંગઠન લશ્કર અને જૈશને ઉપરાઉપરી ફટકા પડી રહ્યાં છે.

Encounter has started at Tilwani Mohalla in Tral area of Awantipora. Police & security forces are on the job. Further details shall follow: J&K Police

કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરાના ત્રાલમાં જૈશનો ટોચનો કમાન્ડર શામ સોફી છુપાયો હોવાની ખબર મળતા સુરક્ષા દળો સાબદા થયા હતા અને ઘેરાબંધીમાં ફસાવીને આતંકી સોફીને સ્વધામ પહોંચાડ્યો હતો.

જમ્મુ કાશ્મીરમાં બે દિવસ અગાઉ સેનાના 5 જવાનો શહિદ થયા હતા ત્યારબાદ હવે સેના કાશ્મીરમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજે સેના દ્વારા અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં જૈશ-એ-મહોમ્મદના ટોપ કમાન્ડર શામ સોફીને ઠાર કરવામાં આવ્યો છે. જેથી કહી શકાય કે જૈશના ટોપ કમાન્ડરને ઠાર કરીને સેનાને મોટી સફળતા હાથ લાગી છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •