ખેડૂતોને દિલ્હી આવવા મંજૂરી, રાજધાનીમાં શાંતિપૂર્ણ રીતે કરી શકશે પ્રદર્શન

SHARE WITH LOVE
 • 24
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  24
  Shares

કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની માગણીઓ રાખવા માટે ‘દિલ્હી ચલો’ માર્ચમાં સામેલ હરિયાણા અને પંજાબના ખેડૂતોને દેશની રાજધાની દિલ્હીમાં પ્રદર્શન કરવાની મંજૂરી મળી ગઈ છે. ખેડૂત સંગઠનોએ પણ તેની પુષ્ટી કરી છે.

દિલ્હી પોલીસના પ્રવક્તા ઈશ સિંઘલે જણાવ્યું, “ખેડૂત નેતાઓ સાથે વાતચીત બાદ, દિલ્હી પોલીસે ખેડૂતોને દિલ્હીમાં આવીને પ્રદર્શન કરવાની મંજૂરી આપી દીધી છે.”

“ખેડૂતો દિલ્હીના બુરાડીમાં આવેલા નિરંકારી સમાગમ મેદાનમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી શકે છે. અમે ખેડૂતોને અપીલ કરીએ છીએ કે તેઓ શાંતિ વ્યવસ્થા ભંગ ના કરે જેથી બીજા લોકોને તકલીફ ના થાય.”

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ સુધારા કાયદા સામે વિરોધ કરવા દિલ્હી આવવા આગળ વધી રહેલા ખેડૂતોને રોકવા માટે દિલ્હી-હરિયાણા બૉર્ડર પર ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ખેડૂતોને આગળ વધતા અટકાવવા રોડને બૅરિકેડ્સ મૂકીને બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત ખેડૂતો પર વોટર કેનન અને ટિયરગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પોલીસે ખેડૂતોને રોકવા માટે દરેક સીમા પર ભારે બૅરિકેડિંગ કરી રાખ્યું છે પરંતુ ખેડૂતો જ્યાં-જ્યાં બૅરિકેડિંગ હઠાવી શકે ત્યાંથી હઠાવી દીધાં હતાં. ઘણી જગ્યાએ ખેડૂતોએ ટ્રેકટરનો ઉપયોગ કરીને પણ બૅરિકેડ હઠાવી દીધાં હતાં.


અમારે શહીદ થવું પડે તો થઈશું : ખેડૂતો

હરિયાણાના સિરસામાં ખેડૂતોના એક સમૂહે બૅરિકેડિંગ પાર કરી લીધું છે.

સમાચાર એજન્સી એએનઆઈને એક ખેડૂતે કહ્યું, “અમે જે પણ કરીશું શાંતિપૂર્વક કરીશું, અમે કોઈ પણ લોકોને કે સંપત્તિને નુકસાન નહીં કરીએ.”

“જો અમારે મહિના સુધી રસ્તા પર રહેવું પડે તો રહીશું, જો અમારે શહીદ પણ થવું પડે તો થઈ જઈશું.”

હરિયાણા દિલ્હીની સીમા પર ભારે પોલીસ તૈનાત કરવામાં આવી છે. સિંધુ બૉર્ડર પર પોલીસે ખેડૂતોને રોકવા માટે ટિયરગેસના ગોળા છોડ્યા હતા.

ટિયરગેસના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો છે.


ખેડૂતોની માગણીઓ યોગ્ય : કેજરીવાલ સરકાર

ખેડૂતોની દિલ્હી તરફની કૂચને જોતાં દિલ્હી પોલીસે કેજરીવાલ સરકાર પાસે સ્ટેડિયમને અસ્થાઈ જેલમાં ફેરવવા માટે મંજૂરી માગી હતી. જોકે, દિલ્હી સરકારે પોલીસની આ માગણીને નકારી દીધી હતી.

દિલ્હીના ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું, “ખેડૂતોની માગણીઓ યોગ્ય છે. કેન્દ્ર સરકારે ખેડૂતની માગણીઓ તાત્કાલિક માની લેવી જોઈએ.”

“ખેડૂતોને જેલમાં નાખવા એ આનું સમાધાન નથી. તેમનું આંદોલન બિલકુલ અહિંસક છે. અહિંસક રીતે આંદોલન કરવું દરેક ભારતીયનો બંધારણિય અધિકાર છે.”

“એ માટે તેમને જેલમાં ના નાખી શકાય. તેથી સ્ટેડિયમને જેલ બનાવવાની દિલ્હી પોલીસની આ માગણીને દિલ્હી સરકાર ના મંજૂર કરે છે.”


કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે જલ્દી વાતચીત કરે : પંજાબના મુખ્ય મંત્રી

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તે ખેડૂત સંગઠનો સાથે જલદી વાતચીત શરૂ કરેય. જેથી દિલ્હીની સરહદ પર ઊભો થયેલો તણાવ ઓછો કરી શકાય.

હરિયાણા પ્રશાસન તરફથી ખેડૂતોને રોકવા માટે વોટર કેનન અને ટિયરગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ તમામની વચ્ચે હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટરે ટ્વીટ કરીને ખેડૂતોને આંદોલન ના કરવાની અપીલ કરી છે.

તેમણે ટ્વીટ કર્યું. “કેન્દ્ર સરકાર વાતચીત માટે હંમેશાં તૈયાર છે. મારી તમામ ખેડૂત ભાઈઓને અપીલ છે કે તમામ યોગ્ય મુદ્દાઓ માટે કેન્દ્ર સાથે સીધી વાતચીત કરે. આંદોલન કોઈ ઉપાય નથી, આનો ઉકેલ વાતચીતથી જ આવશે.”


સરકાર વાતચીત કરવા માગે છે : કૃષિ મંત્રી

દેશના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું, “નવો કાયદો સમયની જરૂરિયાત હતી. આ કાયદો ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે.”

“પંજાબના ખેડૂતોમાં ભ્રમ છે અને તેને દૂર કરવા માટે સચિવ સ્તરની વાતચીત ચાલી રહી છે. મેં પણ ખેડૂત સંગઠનો સાથે વાત કરી હતી. જેમાં કોઈ ઉકેલ ના આવ્યો તો ફરી 3 ડિસેમ્બરના વાતચીત રાખવામાં આવી છે.”

“કોઈ પણ વાતનો ઉકેલ વાતચીતથી આવે છે એટલા માટે સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે અને હું ખેડૂતોને કહેવા માગું છું કે તેઓ પોતાનું આંદોલન સ્થગિત કરી દે.”


 • કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
 • કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?

તમે અમને

source: bbc.com/gujarati

Source link


SHARE WITH LOVE
 • 24
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  24
  Shares