દિલ્હી લોકડાઉન: કોરોના કેર વચ્ચે પ્રવાસી મજૂરોનું મોટા પાયે પલાયન, રેલ્વે-બસ સ્ટેશન પર ભારે ભીડ

SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares

કોરોના વાઇરસનો ફેલાવો હવે દેશમાં ઝડપી બન્યો છે. રાજધાની દિલ્હી સહિત અંદાજે દરેક રાજ્ય કોરોના સામે લડી રહ્યો છે. વધતા કોરોના વચ્ચે દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે, જે 26 એપ્રિલ સુધી અમલમાં રહેશે. લોકડાઉનની જાહેરાત થયા પછીથી દિલ્હીમાં ફરી એકવાર સ્થળાંતરની શરૂઆત થઇ ગઇ છે.

 

 

લોકડાઉનના કારણે સ્થળાંતર શરૂ

જેમ જ સીએમ અરવિંદ કેજરીવાલે એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરી, તેમ જ દિલ્હીમાં નાસભાગ મચી ગઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
જાહેરાતના તરત પછી માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જ્યારે સાંજ થતાં થતાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન પર પ્રવાસી મજૂરોની સંખ્યા વધી ગઈ. હજારોની સંખ્યામાં મજૂરો તેમના ઘરે પરત ફરી રહ્યા છે.

મજૂરોનું કહેવું છે કે ફરીથી લોકડાઉન લાગૂ થઇ ગયું છે. રોજગાર ફરીથી ઠપ થઇ ગયા છે. એવામાં ઘરે જ જવું યોગ્ય છે. દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેશન પર ગત સાંજે હજારોની સંખ્યામાં મજૂરો ભેગી થયા અને બસોની રાહ જોતા રહ્યા.

દિલ્હીમાં 6 દિવસનું લોકડાઉન

દિલ્હીમાં કોરોના સંકટના કારણે સ્થિતિ હવે બેકાબૂ બની ગઈ છે. દિલ્હીમાં અનેક હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે, દર્દીઓને ઓક્સિજન પણ નથી મળી રહ્યું. આ જ કારણ છે કે દિલ્હીમાં હવે કડક નિર્ણય લેવા પડી રહ્યા છે. કોરોના વાઇરસના વધી રહેલા સંકટ વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લાગૂ થઇ ગયું છે. રિપોર્ટ મુજબ દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. હવેથી થોડા સમય પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેની ઓપચારિક જાહેરાત કરશે. રિપોર્ટ મુજબ રાજધાની દિલ્હીમાં આજે રાતથી 26 એપ્રિલ સોમવાર સવાર સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન નિયમોનું કડક પાલન કરવામાં આવશે. તેના નિયમો પણ વિકએન્ડ કરફ્યૂ જેવા જ હશે.

દિલ્હી માટે નિર્ણય લેવો આસાન નહોતો. લોકોના રોજગાર પૂરા થઈ જાય છે. રોજમદાર જીવન જીવનારા પર મોટી મુશ્કેલી પડી હતી. પ્રવાસી મજૂરો પોતાના ગામ જવા લાગ્યા હતા. આ વખતે આ નાનું લોકડાઉન છે. તમારા આવવા જવામાં સમય અને પૈસા ખરાબ થશે. દિલ્હીથી બહાર કોઈ ના જશો. કદાચ તેને વધારવાની જરૂર નહીં. બધા સાથે મળીને કામ કરીશું તો જલદીથી તેના પર જીતી જઈશું.

દિલ્હીના તમામ નાગરીકોને અપિલ છે કે લોકડાઉની સખત વિરોધી છું. લોકડાઉનથી કોરોના પૂરો નથી થતો પરંતુ તેની સ્પીડ ઘટે છે. લોકોમાં સંક્રમણની એક મર્યાદા વધી રહી છે . છ દિવસમાં હમે ખૂબજ કાર્ય કરીશું. કેન્દ્રમાંથી અમે મદદ માગી છે. ઓક્સિજન અને દવાઓની વ્યવસ્થા કરીશું. તમામ લોકોને અપીલ છે કે ઘરની બહાર ના નીકળશો. આ કઠીન નિર્ણયમાં તમે સાથ આપો. આપણે તેનો મુકાબલો કરીને જીતીશું.

 

 

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 23,686 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન 240 લોકોનું મૃત્યુ થયું છે. તેની સાથે જ રાજધાની દિલ્હીમાં કુલ સંક્રમિતોનો આંક 8,77,146એ પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 12,361એ પહોંચ્યો છે.Source link


SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares