નીતિન ગડકરીએ કહ્યું – દેશનું અર્થતંત્ર મુશ્કેલીમાં, જલદી નિર્ણય લેવા જરૂરી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

નાગપુર: કેન્દ્રિય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાના ગૃહનગર નાગપુરમાં પોતાના મંત્રાલય વિશે વાત કરતા કહ્યું કે ઘણી બાબતમાં 89,000 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે મેં ઉચ્ચ અધિકારીઓને ઘરે બોલાવ્યા અને જણાવ્યું કે ઘણી બાબતોમાં 89,000 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે. હું તમને એવું નથી જણાવતો કે શું કરવાનું છે, હું તમને માત્ર એટલું જણાવી રહ્યો છું કે દેશની અર્થવ્યવસ્થા પડકારજનક સમયમાંથી પસાર થઈ રહી છે.

મોદી સરકારના મંત્રીઓ પૈકી નીતિન ગડકરી એવા મંત્રી છે જેઓ કોઈપણ મુદ્દે પોતાના વિચારો મુક્તપણે રજૂ કરે છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકાર બાબતે તેમણે કહ્યું હતું કે રાજનીતિ અને ક્રિકેટમાં કશું પણ થઈ શકે છે. તેમના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી.

નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું કે મેં અધિકારીઓને કહ્યું કે દેશમાં કેશની લિક્વિડિટી ઓછી છે અને જલદી નિર્ણય લેવાય તે જરૂરી છે. નીતિન ગડકરીનું આ નિવેદન વિવિધ યોજનાઓમાં ફસાયેલી રકમ અને તેની અર્થતંત્ર પર શું અસર પડશે તે અંગે હતું.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •