બિહારમાં મંત્રી મંડળનો વિસ્તાર : ભાજપના રાષ્ટ્રીય નેતા શાહનવાઝ હુશેનનો સમાવેશ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •  

પટણા તા. 9 : બિહારમાં ધારાસભા ચુંટણીના વિજય બાદ પ્રથમ વખત મંત્રી મંડળના વિસ્તરણમાં ભાજપના રાષ્ટ્રીય નેતા સૈયદ શાહનવાજ હુશેનને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બોલીવુડના અભિનેતા સુશાંતસિંહ રાજપુતના પીતરાઇ ભાઇ નીરજસીંહ બબલુ ને પણ સામેલ કરવામાં આવ્યા છે. કુલ 17 મંત્રીઓના નામ જાહેર થયા છે. જેમાં અન્ય સભ્યોમાં પ્રમોદકુમાર, સુભાષસિંહ, નારાયણ પ્રસાદ, સમ્રાટ ચૌધરી, જનક ચમાર, નીતીષ નવીન તથા આલોક રંજન ઝા નો સમાવેશ થાય છે. લાંબા સમયથી ભાજપ અને જનતા દળ યુ વચ્ચે મંત્રી મંડળના વિસ્તરણ અંગે વિવાદ ચાલતો હતો. સરકારમાં શપથવિધી બાદ 13 મંત્રીઓને પહેલા સમાવેશ કરાયા હતા. હવે વધુ 17 નો સમાવેશ કરાયો છે.
આજના વિસ્તરમાં ભાજપના 9 અને જનતા દળના 8 મંત્રીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. અને તે સાથે હવે રાજયમાં મંત્રી મંડળ વિસ્તરણની પ્રક્રીયા પુરી થઇ છે. શાહનવાઝ હુશેનનો સમાવેશ લાંબા સમયથી ચર્ચામાં હતો. ખાસ કરીને બીહારમાં ભાજપે ર નાયબ મુખ્યમંત્રી તરીકે એસટીએસસી વર્ગના ધારાસભ્યોને પસંદ કર્યા બાદ હવે મુસ્લીમ સમુદાયમાંથી આવતા શાહનવાઝ હુશેનને રાજયમાં મહત્વનું પદ આપ્યુ છે. આમ બિહારમાં ભાજપે તેનુ રાજકીય ગણીત ફીટ કરવા પ્રયત્ન કર્યો છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •  
 •