બોર્ડર પર મજબૂતીથી ઉભા છે ભારતીય જવાન, LAC પર તણાવ ખત્મ કરવા માટે વાતચીત ચાલુ રહેશે: સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ

SHARE WITH LOVE

આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સમાં એલએસીની સ્થિતિ પર બોલતા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ( Defense Minister Rajnath Singh) કહ્યું કે ભારતીય સૈનિક મજબૂતીથી ઉભા છે અને શાંતિપૂર્ણ સમાધાન માટે વાતચીત ચાલુ રાખશે. આ આપણી રાષ્ટ્રીય જવાબદારી છે કે દેશની રક્ષા માટે મુશ્કેલી પરિસ્થિતિઓમાં તૈનાત સૈનિકોને સૌથી સારા હથિયાર, ઉપકરણ અને કપડા આપવામાં આવે.

તેમને બીઆરઓના વખાણ કરતા કહ્યું કે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સતત કનેક્ટિવિટી વધારવા માટે કામ કરી રહ્યા છે. દિલ્હીમાં ઈન્ડિયન આર્મીની કમાન્ડર્સ કોન્ફરન્સને બુધવારે રાજનાથ સિંહે સંબોધિત કરી, જે 25 ઓક્ટોબરથી શરૂ થઈને 28 ઓક્ટોબર સુધી ચાલશે.

પાકિસ્તાન બોર્ડર પરની સ્થિતિ વિશે વાત કરતા સંરક્ષણ પ્રધાને કહ્યું કે ભારતીય સેના સરહદ પારથી થતાં આતંકવાદને જડબાતોડ જવાબ આપી રહી છે. તેમને આર્મી, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને પોલીસની વચ્ચેના યોગ્ય સંકલનની સરાહના કરી. રાજનાથ સિંહે કહ્યું કે સરરકાર સુરક્ષા એજન્સીઓની ક્ષમતા વધારવા અને સૈનિકોના વેલફેર માટે તમામ જરૂરી પગલા ઉઠાવી રહી છે.

દેશને ભારતીય સેના પર ગર્વ: રાજનાથ સિંહ

રક્ષા મંત્રીએ કહ્યું કે દેશની સૌથી વિશ્વસનીય અને પ્રેરણાદાયી સંસ્થા તરીકે સમગ્ર દેશને ભારતીય સેના પર ગર્વ છે. તેમને આપણી સરહદોની રક્ષા કરવા, આતંકવાદ સામે લડવા ઉપરાંત તેમણે જ્યારે જરૂર પડે ત્યારે સિવિલ એડમિનિસ્ટ્રેશનને સહાય પૂરી પાડવા માટે આર્મી દ્વારા ભજવવામાં આવેલી અદભૂત ભૂમિકાનું વર્ણન કર્યુ.

રક્ષા મંત્રીએ કોવિડ 19ની વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ભજવેલી ભૂમિકાની પણ સરાહના કરી. રાષ્ટ્ર નિર્માણની સાથે સાથે સમગ્ર રાષ્ટ્રીય વિકાસમાં પણ ભારતીય સેનાની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન રક્ષામંત્રીએ હાઈ લેવલ સંચાલનની તૈયારી અને ક્ષમતાઓને લઈ પણ સેનાના વખાણ કર્યા, જેનો અનુભવ તેમણે પોતાના તાજેતરના પ્રવાસમાં કર્યો હતો.

તેમને માતૃભૂમિની રક્ષામાં અંતિમ બલિદાન આપનારા તમામ વીરોને શ્રદ્ધાંજલિ પણ આપી. તેમને વિદેશની સેનાઓની સાથે સ્થાયી સહકારી સંબંધ બનાવી આપણા રાષ્ટ્રીય સુરક્ષા હિતોને આગળ વધારવા માટે સૈન્ય કૂટનીતિમાં સેના દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ યોગદાનની સરાહના કરી.

આ પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આતંકવાદ, માદક પદાર્થોની તસ્કરી અને જળવાયુ પરિવર્તન જેવા ગંભીર ખતરાઓએ એવા સમયે ભારતીય પેસિફિકમાં નવા પડકારો ઉભા કર્યા છે, જ્યારે સંસાધનોની સ્પર્ધા વધી છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર એક પરિષદને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે આ ક્ષેત્રમાં ઊભા થયેલા પડકારોની પ્રકૃતિ વિવિધ દેશો માટે વ્યાપક અસરો ધરાવે છે, જેને સહયોગી પ્રતિસાદની જરૂર છે.

Source link


SHARE WITH LOVE