ભરૂચ:નર્મદા ભયજનક સપાટીથી ૪ ફૂટ ઉપર વહેતા જિલ્લામાં ૨૭૦૦૦ થી વધુ લોકો પ્રભાવિત

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

૧૧ ગામના ૨૩૧૨ લોકો તેમજ ૬૦૦૦ થી વધુ પશુઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું

કલેકટર શ્રી ભરૂચ જાતે નર્મદા નદીની મુલાકાતે નીકળ્યા હતા

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ૬ લાખ કયુસેક વિપુલ માત્રામાં પાણીની આવક થતાં બે વર્ષ બાદ ડેમના ૩૦ દરવાજા પૈકી ૨૩ દરવાજા ખોલી છોડાયેલા લાખો કયુસેક પાણીના પગલે ૬ વર્ષ બાદ રણ બનેલી રેવાનું રોદ્ર સ્વરૂપ ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજાને જોવા મળવા સાથે ગોલ્ડન બ્રિજે નર્મદા નદીએ ૨૨ ફુટની ભયજનક સપાટી વટાવી ગત સાંજે ૨૮.૫ ફુટે સ્પર્શતા જિલ્લામાં ૨૭૦૦૦ થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. જોકે હાલમાં નર્મદા ૨૮ ફૂટે સ્થીર વહી રહી છે. નર્મદામાં ઘોડાપુરના કારણે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયાના ૧૧ ગામમાંથી ૨૩૧૨ લોકો અને ૬૦૦૦ થી વધુ પશુઓને સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.

મધ્યપ્રદેશ અને સરદાર સરોવર ડેમના કેચમેન્ટ વિસ્તાર સહિત ઉપરવાસમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ આવક શરૃ થઈ જતા ગુરૃવારે રાત્રે સરદાર સરોવરે ૧૨૯ મીટરની સપાટી સર કરી લીધી હતી દરમિયાન ડેમમાં ૬ લાખ કયુસેક પાણી છોડવાની ફરજ પડતા મધરાત્રે સપાટી ૧૩૦ મીટરે સ્પર્શી ગઈ હતી. બીજી તરફ ડેમ સત્તાધીશોએ ૩૦ પૈકી ૨૩ દરવાજા ખોલી બે વર્ષમાં પ્રથમ વખત નર્મદા ડેમને છલકાવી દીધો હતો. ૨૩ દરવાજામાંથી લાખો કયુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા ગોલ્ડન બ્રિજ ખાતે પણ ૧૭ ફુટે રહેલી સપાટી કુદકે ભુસકે વધવાની શરૃ થઈ ગઈ હતી. સવારે જ ગોલ્ડન બ્રિજે નર્મદાએ તેની ભયજનક ૨૨ ફુટની સપાટી વટાવ્યા બાદ ૨૪ ફુટે જોખમી સપાટીને પાર કરી ગઈ હતી. આજે સવારે ૭.૩૦ કલાકે નર્મદા નદી ૨૮ ફુટે સ્થીર જણાઇ રહી  છે.

જીલ્લા કલેકટરે રાત્રે જ આપતકાલિન બેઠક બોલાવી દઈ નિચાણવાળા વિસ્તારો અને અસરગ્રસ્ત ગામોના લોકોનું સ્થળાંતર કરવા કવાયત આરંભી દઈ પરિસ્થિતિ પણ રાઉન્ડ ધ ક્લોક નજર રાખવા સાથે નદી કિનારે અને આસપાસના ગામોમાં પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો.ગત સાંજે પાંચ વાગ્યા સુધીમાં ભરૂચ શહેર, તાલુકો, અંકલેશ્વર અને ઝઘડીયાના પુરથી પ્રભાવિત ૧૧ ગામના ૨૩૧૨ લોકો તેમજ ૬૦૦૦ થી વધુ પશુઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.

ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે ગત સાંજે ૭.૩૦ કલાકે નર્મદા નદીની સપાટી ૨૮.૫૦  ફુટે પહોંચી હતી.જયારે હાલ ૨૮ ફૂટે સ્થીર જણાઇ રહી છે. જેથી જિલ્લા પોલીસ  તંત્ર રાહત બચાવ માટે ખડેપગે તહેનાત હોવાનું ઇન્ચાર્જ કલેકટર અને ડીડીઓ ક્ષિપ્રા અગ્રેએ જણાવ્યુ હતું.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.