ભાજપ નેતાની ગાડીમાં EVM મળવા મામલે કાર્યવાહી થશે કે નહીં?અમિત શાહનું આવ્યું મોટું નિવેદન

SHARE WITH LOVE
 • 64
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  64
  Shares

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે જો આસામમાં ભાજપના કોઈ નેતાએ ખોટું કર્યું હોય તો ચૂંટણી પંચે તેમની સામે પગલાં ભરવા જ જોઈએ.

 • ભાજપ ઉમેદવારની કારમાંથી મળેલા EVM પર અમિત શાહની પ્રતિક્રિયા
 • ભાજપના કોઈ નેતાએ ખોટું કર્યું હોય તો ચૂંટણી પંચ પગલા ભરે-અમિત શાહ
 • ચૂંટણી પંચે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ

આસામમાં ભાજપ ઉમેદવાર અને ધારાસભ્યની કારમાંથી મળેલા EVM પર પ્રતિક્રિયા આપતી વખતે ગૃહમંત્રી અમિત શાહે આવો જવાબ આપ્યો હતો. અમિત શાહે જણાવ્યું કે મને આ કિસ્સાની ઝાઝી કંઈ ખબર નથી.
હું સાઉથમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યો છું. હું જાણકારી મેળવીશ. અમે ચૂંટણી પંચને કદી પણ કોઈ પગલું ભરતા રોક્યું નથી. જો આસામમાં આવું કંઈ થયું હોય તો ચૂંટણી પંચે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ.

 

 

શું છે ઈવીએમ હેરાફેરીનો મામલો
આસામમાં ગરુવારે બીજા તબક્કાના મતદાન પૂર્ણ થયાના થોડા જ કલાકોમાં ભાજપના ધારાસભ્ય પૌલની બોલેરા ગાડીમાં ઈવીએમ લઈ જવાતું હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. કેટલાક સ્થાનિકોએ ગુરુવારે સવારે 10.30 ની આસપાસ કરીમગંજના કન્સીલ વિસ્તારમાં સફેદ કલરની એક બોલેરો જોઈ હતી. સ્થાનિકોએ જ્યારે કુતુહલવશ પૂછપરછ કરી ત્યારે ડ્રાઈવર ગાડી છોડીને ભાગી ગયો હતો. શંકા પડતા સ્થાનિકોએ બોલેરોની જડતી લધી જેમાંથી એક ઈવીએમ મળી આવ્યું હતું. આસામના પત્રકારે આ ઘટનાનો એક વીડિયો બનાવીને શેર કર્યો હતો જેમાં ઈવીએમને કારની પાછળની બેઠકમાં રખાયું હોવાનું સ્પસ્ટપણે જોઈ શકાતું હતું. પત્રકારે ટ્વિટ કરીને જણાવ્યું કે પથરકાંડી વિસ્તારમાં પરિસ્થિતિ તંગ છે. વીડિયોમાં લોકોને એવું કહેતા સાંભળી શકાય છે કે બોલેરો ગાડી ભાજપ નેતા કૃષ્ણેન્દુ પોલની છે જેઓ પથરકાંડીથી ભાજપના ઉમેદવાર છે.

ચૂંટણી પંચે શું કાર્યવાહી કરી
આ ઘટનાની ગંભીર નોંધ લઈને ચૂંટણી પંચે કરીમગંજના ચાર ચૂંટણી અધિકારીઓને બરખાસ્ત કરી નાખ્યાં છે. ચૂંટણી પંચે જણાવ્યું કે બોલેરા ગાડીમાંથી મળી આવેલ ઈવીએમ સીલ તૂટ્યા વગરની સ્થિતિમાં છે અને તેને કોઈ નુકશાન થયું નથી. ઈવીએમને સ્ટ્રોંગ રુમમાં રાખી દેવાયું છે.

Source link


SHARE WITH LOVE
 • 64
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  64
  Shares