મહામારીની સામે કેવી રીતે લડવું ? પ્રધાનમંત્રી મોદીને દેશભરના ડોક્ટરોએ આપ્યાં આ સૂચનો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

પ્રધાનમંત્રી મોદીએ સોમવારે દેશભરના વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ સાધીને ડોક્ટરો પાસેથી કોરોના મહામારીના તેમના અનુભવો જાણ્યા હતા.

 • પ્રધાનમંત્રીએ દેશભરના ડોક્ટરો પાસેથી જાણ્યા અનુભવો
 • ડોક્ટરોએ પ્રધાનમંત્રીને આપ્યા સૂચનો
 • મહામારીમાં કેવી મુશ્કેલીઓ પડી તે અંગે પ્રધાનમંત્રીએ ડોક્ટરો પાસેથી જાણ્યું 

પ્રધાનમંત્રી સાથેના સંવાદમાં નોર્થ ઈસ્ટ, જમ્મુ કાશ્મીર સહિતના દેશના ટોચના ડોક્ટરો જોડાયા હતા તથા પ્રધાનમંત્રીને સૂચનો તથા પોતાને થયેલા અનુભવો જણાવ્યા હતા. ડોક્ટરોએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે કોરોનાના દર્દીઓની સારવાર અંગે તેમને કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તથા મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે કયા પગલાં ભરવા તે અંગે પણ ચર્ચા થઈ હતી.  

ત્રીજી લહેર આવશે, અત્યારથી તૈયારી કરવી પડશે-પ્રધાનમંત્રીના સલાહકાર 

મહામારી દરમિયાન પોતાને થયેલા અનુભવો અને પરેશાનીઓ અંગે ડોક્ટરોએ પ્રધાનમંત્રીને વાકેફ કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજયરાઘવને કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે. તેમનું કહેવું હતું કે જે રીતે હાલમાં વાયરસ ફેલાઈ રહ્યો છે તેને જોતા કહી શકાય છે ત્રીજી લહેર જરુર આવશે. તેને માટે અત્યારથી તૈયારી કરવી પડશે. તેમણે કહ્યું હતું કે નવો સ્ટ્રેન ઓરિજિનલ વાયરસની જેમ જ સંક્રમણ પેદા કરી શકે છે.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •