યુવા ક્રિકેટરને ઉદ્યોગપતિ તરફથી મળી આ મોંઘામૂલી ભેટ, ગદગદિત બન્યો ક્રિકેટર, રિટર્ન ગીફ્ટ પણ આપી

SHARE WITH LOVE
 • 26
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  26
  Shares

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ યુવા ખેલાડી ટી.નટરાજનને મોંઘામાલી મહિન્દ્રા થાર ગાડી ભેટમાં આપીને પોતાનું વચન નિભાવ્યું છે.

 • આનંદ મહિન્દ્રાએ ટી.નટરાજનને મહિન્દ્રા થાર ગાડી ભેટમાં આપી
 • ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક ટેસ્ટ જીત બદલ ગાડી મળી
 • આનંદ મહિન્દ્રાએ કેટલાક ખેલાડીઓને ગાડી ભેટમાં આપવાની જાહેરાત કરી હતી 

ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક ટેસ્ટ જીતમાં મહત્વનું યોગદાન આપનાર ખેલાડીઓ મોહમ્મદ સિરાજ, ટી.નટરાજન, શુભમન ગિલ, શાર્દૂલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈનીને મહિન્દ્રા થાર ગિફ્ટમાં આપવાની જાહેરાત કરી હતી.

આનંદ મહિન્દ્રા તરફથી મોંઘામૂલી ભેટ મેળવનાર ટી.નટરાજન પહેલા ક્રિકેટર બન્યાં છે. આનંદ મહિન્દ્રા બાકીના ખેલાડીોને પણ થાર ગિફ્ટમાં આપવાના છે.

આનંદ મહિન્દ્રા તરફથી મોંઘામૂલી  થાર ગિફ્ટમાં મળ્યા બાદ ટી.નટરાજન ગદગદિત થઈ ઉઠ્યો હતો. નટરાજને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. તેણે લખ્યું કે ભારત માટે ક્રિકેટ રમવું મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ છે. આ રસ્તે આગળ વધવું મારા માટે અલગ રહ્યું છે. આ માર્ગે મને જે પ્યાર અને પોતાપણુ મળ્યું તે જોઈને હું અભિભૂત થયો છું. 

ગાબા ટેસ્ટના શર્ટ પર સાઈન કરીને  રિટર્ન ગિફ્ટ આપી 

નટરાજને બીજા ટ્વિટમાં લખ્યું કે હું આજે ખૂબસુરત મહિન્દ્રા થાર ચલાવીને ઘેર આવ્યો. હું શ્રી આનંદ મહિન્દ્રાનો આભાર માનું છે. જેમણે મારી સફરની ઓળખી અને મારો જુસ્સો વધાર્યો. ક્રિકેટ માટે તમારો પ્યાર મોટો છે સર. હું તમને ગાબા ટેસ્ટનું મારુ શર્ટ સાઈન કરીને તમને રિટર્ન ગિફ્ટ કરી રહ્યો છું. 

Source:


SHARE WITH LOVE
 • 26
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  26
  Shares