કોરોના સંકટ વચ્ચે PM મોદી એકવાર ફરી દેશનાં વિવિધ રાજ્યોનાં CM સાથે આ તારીખે કરશે ચર્ચા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ફેલાયેલા કોરોના રોગચાળા વચ્ચે 16 અને 17 જૂને 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશનાં મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. વડા પ્રધાન મોદી એકવાર ફરી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાભ કરશે.

કોરોના વાયરસનાં સતત વધતા જતા કેસો વચ્ચે હવે પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. મળી રહેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 16-17 જૂનનાં રોજ વડા પ્રધાન કોરોના વિશે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. 16 જૂને પીએમ મોદી 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ અને સંચાલકો સાથે વાત કરશે.

પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, પુડ્ડુચેરી, સિક્કિમ અરુણાચલ પ્રદેશનાં મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. તે ચંદીગઢ, લદ્દાખ, દાદરા નગર હવેલી, અંડમાન અને નિકોબાર, દમણ દીવ અને લક્ષદ્વીપ વગેરે સાથે પણ વાતચીત થશે. 17 જૂને પીએમ મોદી 15 રાજ્યોનાં સીએમ અથવા સંચાલકો સાથે વાત કરશે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, ઓડિશા વગેરે સાથે કોરોનાને લઇને ચર્ચા કરશે.

source


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •