આસામમાં નવપરિણિતાને ‘સ્ત્રીધન’નું સોનું ખરીદવા રૂ .૪૦ હજારની સરકારની સહાય

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

લગ્ન નોંધણી કરાવ્યા બાદ નવપરિણિતાને સહાય આપવા આસામ સરકારની જાહેરાત

આસામ સરકારે ગુરૂવારે મહત્વકાંક્ષી અરૂધંતિ સુવર્ણ જાહેરાત કરી હતી જે અંતર્ગત સરકારે નવ પરણીત દંપતિને આર્થિક રીતે મદદરૂપ થવા રૂા.૪૦ હજારની સોનું ખણીદવા માટે સહાય કરવાની યોજના અંતર્ગત જે અરજદારોએ આ યોજનાનો લાભ લેવા અરજી કરી હોય તેમને રૂા.૪૦ હજારની સહાયની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી સર્વાન્દ સોનુવાલે જણાવ્યું હતુ કે લગ્ન એ જવાબદારી નિભાવવાનું બંધન છે. અને લગ્ન નોંધણીએ આપવાની વિશ્ર્વસનીયતા અને નવવધુના હકીકત ને સુરક્ષા પ્રદાન કરે છે. અરૂધંતિસુવર્ણ યોજનાનો લાભ લેવા ઈચ્છતા લાભાર્થીઓ માટે સ્પેશ્યલ મેરેજ એકટ અન્વયે નોંધણી કરાવવી અનિવાર્ય ગણાશે.

મેરેજ એકટમાં ૧૯૭૪ પૂર્વેની વ્યવસ્થામાં શૈક્ષણીકને વય મર્યાદા આધારીત નિયમોનું પાલન કરવાનુ રહેતું હતુ ૧૧૨૧ દંપતિઓએ કરાવેલી નોંધણીમાંથી ૫૮૭ દંપતિઓ આયોજનાના લાભ માટે યોગ્ય પ્રાત્રતા ધરાવતા હોવાનું માલુમ પડયું હતુ.

રાજય સરકારના મત મુજબ આ યોજનાથી બાળકીઓનાં વાલીઓને આર્થિક સધ્ધર બનાવી જે લોકોની સ્થિતિ સારી ન હોય કે તે પોતાની દિકરીઓને સોનું આપી શકે લગ્ન વખતે સોનું આપવાની આ ફરજ દરેક વાલીઓઅદા કરી શકે તે માટે સરકારે આ યોજનાને સવિશેષ મહત્વ આપ્યું છે.

મુખ્યમંત્રી સોનુંવાલે જણાવ્યું હતુ કે રાજય સરકાર અનેક રચનાત્મક અભિગમ વાળી યોજનાઓનો અમલ કરાવે છે જે સમાજના દરેક વર્ગના લોકોને સધ્ધર બનાવે છે. તેમણે કહ્યું હતુકે સામાજીક વિકાસ એ પ્રગતિ સાથે સંકળાયેલ અને તેથી જ સરકાર સમાજની અંધશ્રધ્ધા સહિતના કુરિવાજોથી મુકત કરાવવાના આશયથી યોજનાઓમાં અમલીકરણ કરાવે છે.

તેમણે જણાવ્યું હતુકે નવપરિણીત દંપતિઓને લગ્ન સંસ્થાની વિશ્ર્વનીયતા વધારવા માટે લગ્ન નોંધણી આવશ્યપણે કરાવવી જોઈએ.

નાણામંત્રી વિશ્ર્વાસર્માએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતુ કે છેલ્લા ૫ વર્ષમાં રાજય સરકારે વિવિધ યોજનાઓ સમાજને મદદરૂપ થવાના આશયથી અને પડકારોમાં સહાય રૂપ થવાને ઈરાદે બનાવી છે.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •